લોકોમાં આ વાત પણ ખૂબ જ જોવા મળે છે કે જ્યારે વાતોમાં કોઈ એવી વાત નિકળી આવે જેના વિષે કોઈને જ્ઞાન ન હોય તો આ વાક્ય બોલવામાં આવે છે કે " અલ્લાહ અને તેમના રસૂલ જાણે " અથવા કોઈ કામ કરવા પર આ વાક્ય પણ બોલવામાં આવે છે કે " અલ્લાહ અને તેમના રસૂલે ઈચ્છ્યું " તો આ રીતના વાક્ય વિષે શરઈ દ્રષ્ટિકોણ જાણી લેવો જોઈએ કે આ રીતનું બોલવું દુરસ્ત છે કે નહીં.
શુદ્ધિકરણ :-
અલ્લાહ ના રસૂલ ﷺ ના જમાનામાં જ્યારે એવી કોઈ વાત હોતી જેનું સહાબાؓ ને જ્ઞાન ન હોય તો તેઓ આ રીતનો વાક્ય બોલતા હતા કે " અલ્લાહ અને તેમના રસૂલ જાણે ", અને તે જમાનામાં આ રીતનું સહાબાનું બોલવું સહીહ હતું.
કેમ કે ત્યારે રસુલુલ્લાહ ﷺ દુનિયામાં મોજૂદ હતા, અને વહી પણ ચાલુ હતી. તો સહાબા સમજતા હતા કે રસુલુલ્લાહ ﷺ ને વહી દ્વારા ખબર પડી ગઈ હશે અથવા ખબર પડી જશે.
પરંતુ રસુલુલ્લાહ ﷺ નું દુનિયા થી તશરીફ લઈ ગયા પછી વહીનો સીલસીલો બંધ થઈ ગયો માટે અત્યારે હવે આ રીતનું બોલવું કે " અલ્લાહ અને તેમના રસૂલ જાણે " દુરસ્ત નથી, કેમ કે હવે બોલવામાં અલ્લાહ તઆલા ના અપાર જ્ઞાન માં જે માત્ર અલ્લાહ તઆલા ની જ વિશિષ્ટા છે તેમાં રસુલુલ્લાહ ﷺ ને શરીક કરવા સમાન છે. જ્યારે કે અલ્લાહ તઆલા પોતે કુર્આનમાં ફરમાવે છે કે :
☜ قُلۡ لَّا یَعۡلَمُ مَنۡ فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ الۡغَیۡبَ اِلَّا اللّٰهُ. [القرآن : پارہ ۲۰، سورۃ النمل : ٦٥]
✰ તર્જુમો :- હે રસૂલ તમે કહી દ્યો કે આસમાન અને જમીનની ગૈબી વાતોનું જ્ઞાન માત્ર અલ્લાહ તઆલા સિવાય કોઈ ને જ નથી.
એવી જ રીતે અલ્લાહ તઆલા ની ચાહત (ઈચ્છા) માં પણ રસુલુલ્લાહ ﷺ ને શરીક કરવા સહીહ નથી, કેમ કે અલ્લાહ તઆલા ની ચાહતમાં કોઈ પણ જાતની મખલૂક જણા પણ શામેલ નથી.
તે માટે ઉપરોક્ત વાક્યો બોલવામાં સાવચેતી આ જ વાતમાં છે કે એવા વાક્યો બોલવામાં ન આવે જેમાં અલ્લાહ સાથે બીજાને શરીક કરવાનો વહેમ હોય.
[કિતાબુ'ન્ નવાઝિલ : ૧૭ / ૧૪૮]
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59