એહલે સુન્નત ઉલમા કોઈ વિષયમાં પોતાનો મત કેવી રીતે પ્રસ્થાપિત કરે છે..?

Ml Fayyaz Patel
0
   આજકાલ ઘણા લોકો એકાદ હદીષ અને કુર્આનની આયતનો ગૂગલના સહારે અનુવાદ પઢી ઉલમાની ટીકા કરતા નજર આવે છે કે જુઓ ઉલમા મસ્અલહ શું બતાવે છે અને આયત તથા હદીષ શું કહે છે..?
  દરઅસલ આવા લોકોને મસ્અલહ તથા શરઈ મત કેવી રીતે પ્રસ્થાપિત કરવામાં આવે છે..? આ વિષે જ્ઞાન ન હોવાથી આ પ્રકારનું કામ કરતા હોય છે. તેથી નીચે આ વિષે માહિતી લખવામાં આવે છે.
વિશ્લેષણ :-
   એહલે સુન્નત ઉલમા કોઈ પણ વિષયમાં પોતાનો શરઈ મત ન તો કોઈ એકાદ આયત અને હદીષથી પ્રસ્થાપિત કરે છે. અને ન કોઈ એકાદ આયત તથા હદીષના લીધે તેને રદ્દ કરે છે. બલ્કે તેઓ તે વિષયની કુર્આન અને હદીષની તમામ વાતોને સામે રાખી દરેક પ્રકારના વિચાર વિમર્શ કરી તેની ઉંડાણમાં ઉતરી કાયદા રૂપી એક પરિણામ કાઢે છે અને પછી પોતાનો એક મત પ્રસ્થાપિત કરે છે.
   ત્યારબાદ જો તે મતના વિરુદ્ધ કુર્આન ની એકાદ આયત અથવા હદીષ આવતી હોય તો તેનું અર્થઘટન કરે છે. ન કે તે એકાદ આયત અથવા હદીષને લીધે તે મત જે તમામ આયતો અને હદીષોને સામે રાખી પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો તેને રદ્દ કરે છે.
   આ તરીકો સંપૂર્ણપણે બૌદ્ધિક અને તાર્કિક છે. ભાગ્યે જ કોઈ સમજદાર વ્યક્તિ આનાથી અસંમત હોય શકે.
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)