ચાર રકાત નફલના પહેલા કાયદામાં શું શું પઢવું જોઈએ..?

Ml Fayyaz Patel
0
   નફલ નમાઝ તથા સુન્નતે ગેર મુઅક્કદહ્ નમાઝ માં દર બે રકાત એક આખી નમાઝની હેસિયત ધરાવે છે. એટલે કે જો આ નમાઝોને એક સાથે ચાર રકાત પઢવામાં આવે તો પહેલી બે રકાત એક નમાઝ અને બીજી બે રકાત બીજી નમાઝ ગણાય છે. તો આ હિસાબે પહેલા કાયદામાં શું માત્ર અત્તહિય્યાત પઢવામાં આવે..? કે પછી દુરૂદ શરીફ અને દુવાએ માષૂરા પણ પઢવું જોઈએ..?
શુદ્ધિકરણ :-
   આ બાબત ઉલમાએ લખ્યું છે કે નફલ અને સુન્નતે ગેર મુઅક્કદહ્ ની જો એક સાથે ચાર રકાત પઢવામાં આવે તો પહેલા કાયદામાં અત્તહિય્યાત પછી દુરૂદ અમે દુવા તેમજ ત્રીજી રકાત માટે ઊભા થયા બાદ ષના અને અઉઝૂબિલ્લાહ... પઢવું શ્રેષ્ઠ અને ઉત્તમ છે.
   અને જો કોઈ વ્યક્તિ આ નમાઝોમાં માત્ર અત્તહિય્યાત પઢીને ઊભો થઈ જાય, તેમજ ત્રીજી રકાતમાં ષના અને અઉઝૂબિલ્લાહ ન પઢે તો પણ વાંધો નથી. નમાઝ દુરુસ્ત થઈ જશે.
فی الدر المختار : [وفي البواقي من ذوات الأربع يصلي على النبي] - ﷺ - [ويستفتح] ويتعوذ. اھ (۲ / ۱٦)
وفی حاشية ابن عابدين : أما إذا كانت سنة أو نفلا فيبتدئ كما ابتدأ في الركعة الأولى، يعني يأتي بالثناء والتعوذ لأن كل شفع صلاة على حدة. اهـ (٢ / ١٦)
   તેથી બન્ને રીત જાઈઝ હોવાથી જે રીતે પઢવી હોય પઢી શકાય છે. અલબત્ત શ્રેષ્ઠ જે છે તેના પર અમલ કરવાની કોશિશ કરવી જોઈએ.
[ઑનલાઇન ફતાવા બિન્નોરી]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)