શું ગશ્તના અમલથી વસ્તી પર આવનાર અઝાબ રોકી લેવામાં આવે છે..?

Ml Fayyaz Patel
0
   ઘણા લોકો ગશ્તમાં આ વાત કહે છે કે જે વસ્તીમાં ગશ્તનો અમલ થાય છે. અલ્લાહ તઆલા તે વસ્તી પર આવનાર અઝાબને ગશ્તની બરકતથી રોકી લે છે.
શુદ્ધિકરણ :-
   આ વાત કુર્આન અને હદીષ બન્નેમાં આ શબ્દો સાથે વર્ણવેલ મળતી નથી. અલબત્ત આને મળતી એક વાત કુર્આનની એક આયત દ્વારા સમજી શકાય છે. કુર્આનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે :
وَمَا کَانَ رَبُّكَ لِیُهْلِكَ الۡقُرٰی بِظُلۡمٍ وَّاَهْلُهَا مُصۡلِحُوۡنَ
[સૂરહ હૂદ : ૧૧૭]
અનુવાદ :- તમારો રબ એવો નથી કે વસ્તી પર જુલમ કરીને તેને તબાહ કરી નાંખે. જ્યારે કે વસ્તીવાળા ઈસ્લાહનું કામ કરી રહ્યા હોય.
   દાવત વ તબ્લીગનું કામ પણ ઈસ્લાહનું કામ છે. અને ઉપરોક્ત આયતનો અર્થ સ્પષ્ટ છે કે જ્યાં આ કામ થતું હશે તે વસ્તી અલ્લાહ તઆલા ના અઝાબથી સુરક્ષિત રહેશે.
أي : وما كان الله ليهلك أهل القرى بظلم منه لهم، والحال أنهم مصلحون, أي : مقيمون على الصلاح، مستمرون عليه، فما كان الله ليهلكهم، إلا إذا ظلموا، وقامت عليهم حجة الله. [تفسیر السعدی]
   પરંતુ યાદ રહે કે ઈસ્લાહથી મુરાદ ફક્ત દાવત વ તબ્લીગનું કામ નહીં, બલ્કે દરેક તે કામ જે ઈસ્લાહની વ્યાખ્યા પર ખરું ઉતરતું હશે તે કામ અહીં મુરાદ છે.
   સારાંશ કે હદીષના નામે ઉપરોક્ત વાત બયાન કરવી દુરુસ્ત નથી. હાં..! વર્ણવેલ કુર્આનની આયતને ધ્યાનમાં રાખીને આ વાત કહી શકાય છે કે જ્યાં લોકોની ઈસ્લાહનું કામ થાય છે તે જગ્યા અલ્લાહ તઆલા ના અઝાબથી સુરક્ષિત રહે છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)