વુઝૂ કર્યા પછી સૂરએ કદ્ર પઢવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   લોકોમાં હદીષના નામે આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે જે વ્યક્તિ વુઝૂ કર્યા પછી સૂરએ કદ્ર એક વખત પઢશે તો તેનો શુમાર સીદ્દીકીનમાં થશે, બે વખત પઢશે તો શહીદોના રજીસ્ટરમાં લખવામાં આવશે, અને જો ત્રણ વખત પઢશે તો તેનો શુમાર નબીઓ સાથે થશે.
શુદ્ધિકરણ :-
   ઉપરોક્ત વાત " કન્ઝુ'લ્ ઉમ્માલ " નામી કિતાબમાં હદીષના નામે વર્ણવેલ મળે છે, પરંતુ હઝરાતે મુહદ્દીષીને મનઘડત અને બેબુનિયાદ ગણાવી છે.
ﻗﺎﻝ ﺍﻟﺴﺨﺎﻭﻱ ﺭﺣﻤﻪ ﺍﻟﻠﻪ : ﻗﺮﺍﺀﺓ ﺳﻮﺭﺓ ﺇﻧﺎ ﺃﻧﺰﻟﻨﺎﻩ ﻋﻘﻴﺐ ﺍﻟﻮﺿﻮﺀ : ﻻ ﺃﺻﻞ ﻟﻪ. [ﺍﻟﻤﻘﺎﺻﺪ ﺍﻟﺤﺴﻨﺔ ﺹ : ٦٦٤]
   અલ્લામા તહતાવીؒ  આ વીષે લખે છે કે ઉપરોક્ત વાતના શબ્દો જ તે વાત મનઘડત હોવા તરફ ઈશારો કરે છે. [طحطاوي على المراقي : ٨٩]
   તે માટે ઉપરોક્ત વાતને નબી ﷺ તરફ સંબોધીને બયાન કરવી દુરુસ્ત નથી.
[મવઝૂઅ્ અહાદીષ સે બચીયે : ૨૪૩]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)