આ કિસ્સો પણ લોકોમાં ખૂબ જ પ્રચલિત છે કે એક વખત અબૂ જહલે નબી ﷺ ને કતલ કરવા માટે આ રીતનું કાવતરું ઘડ્યું કે તેણે બિમાર પડવાનું નાટક કર્યું જેથી નબી ﷺ તેની ખબર લેવા માટે આવે, અને પોતાના ઘરની આગળ એક મોટો ખાડો ખોડાવ્યો અને ઉપર ઘાસ પાથરી દીધી જેથી નબી ﷺ ધોકો ખાયને અંદર પડી જાય.
બીજી તરફ રસુલુલ્લાહ ﷺ ને ખબર પડતા તેઓ ખબર લેવા આવ્યા, જેવા ખાડા પાસે પહોંચ્યા કે તરત જીબ્રઈલؑ એ કાવતરાની ખબર આપી દીધી તો નબી ﷺ ત્યાંથી જ પાછા વરી ગયા, આ દ્રશ્ય જોઈ અબૂ જહલ પોતાનું કાવતરું નકામ જતાં બેકાબૂ થઈ દોડી પડ્યો અને તેને પોતાના ખાડાનું પણ ભાન ન રહ્યું, અને અંદર પડી ગયો. લોકોએ તેને બહાર કાઢવાની ઘણી કોશિશ કરી પરંતુ તેને ન કાઢી શક્યા. છેવટે રસુલુલ્લાહ ﷺ એ આ શર્તે કાઢ્યો કે તે ઈમાન લઈ આવે, પરંતુ ત્યાર બાદ પણ અબૂ જહલ ઈમાન ન લાવ્યો.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વર્ણવેલ કિસ્સો " જામિઉ'લ્ મોઅ્જીજાત " અને " દુર્રતુ'ન્ નાસીહિન " નામી કિતાબમાં લખેલ મળે છે, પરંતુ આ બન્ને જગ્યાએ આ કિસ્સાની કોઈ જ સનદ નથી મળતી, તે માટે ઉપરોક્ત કિસ્સાને રસુલુલ્લાહ ﷺ ની તરફ સંબોધીત કરી બયાન કરવો જાઈઝ નથી.
કેમ કે નબી ﷺ તરફ સંબોધીત તે જ વાત કહેવી જાઈઝ છે જે દુરસ્ત સનદથી સાબિત હોય, અને ઉપરોક્ત કિસ્સાની તો કોઈ સનદ જ નથી.
તે માટે જ્યાં સુધી તેની કોઈ દુરસ્ત સનદ ન મળે ત્યાં સુધી તેને બયાન કરવામાં મોકૂફ રાખવું જોઈએ.
[ગેર મોઅ્તબર રિવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૪ / ૩૫૨]