શું મુસીબત આવવી અલ્લાહ તઆલા નો વજૂદ ન હોવાનું દર્શાવે છે..?

Ml Fayyaz Patel
0
સવાલ :
   જો અલ્લાહ તઆલા નો વાસ્તવમાં વજૂદ છે તો દુનિયામાં તેના બંદાઓ (મુસલમાનો) પર મુસીબતો કેમ આવે છે..?
જવાબ :
   દુનિયામાં આવતી મુસીબત, તકલીફ, પરેશાની, સંકટ અને દુ:ખ અલ્લાહ તઆલા નો વજૂદ ન હોવાનું દર્શાવે છે તો પછી દુનિયામાં મોજૂદ રાહત, ખુશી, સુકૂન અને સુખ અલ્લાહ તઆલા નો વજૂદ હોવાનું કેમ ન દર્શાવે..?
   ખબર પડી કે મુસીબત અને રાહતને અલ્લાહ તઆલા ના વજૂદ બાબત આધારસ્તંભ બનાવવો જ સહીહ નથી. તે માટે આ સવાલ જ બેબુનિયાદ છે કે અલ્લાહ તઆલા મોજૂદ છે તો તેના બંદાઓ પર મુસિબત કેમ આવે છે..?
   જ્યાં સુધી વાત છે કે બંદાઓ ઉપર મુસિબતો કેમ ઉતરે છે તો તેના બે કારણો છે જે બે કારણસર બંદાઓ મુસીબત માં સપડાય છે.
➊ પહેલું કારણ :- જેમ કે ખબર છે કે અલ્લાહ તઆલા એ આ દુનિયા કસોટી ના હેઠળ બનાવી છે તો અલ્લાહ તઆલા પોતાના બંદાઓ ઉપર અમુક ઘડીએ મુસીબત મોકલે છે જેથી ખબર પડે કે કોણ ઈમાન પર સાબિત કદમ રહે છે..? અમે કોણ ઈમાન થી ડગમગી જાય છે..? એવી જ રીતે કોણ મુસીબતમાં સબર કરે છે..? અને કોણ રાહત માં અલ્લાહ તઆલા નો ઉપકાર તેમજ શુક્ર માને છે..?  જેનું કુર્આનમાં અલ્લાહ તઆલા એ આ રીતે વર્ણન કર્યું છે કે :
اَحَسِبَ النَّاسُ اَنۡ یُّتۡرَکُوۡۤا اَنۡ یَّقُوۡلُوۡۤا اٰمَنَّا وَهُمۡ لَا یُفۡتَنُوۡنَ.
[સૂરહ અન્કબૂત : ૨]
તર્જુમો :- શું લોકો એવું સમજે છે કે તેઓને માત્ર આ કહેવા પર કે અમે ઈમાન લઈ આવ્યા છોડી દેવામાં આવશે..? અને તેઓની કસોટી લેવામાં નહીં આવે..?
➋ બીજું કારણ :- મુસીબત આવવાનું બીજું કારણ પોતાના કરેલ ગલત કામોની સજા રૂપે તેના ઉપર મુસીબત આવે છે કે બીજા વખત તે વ્યક્તિ તે દૃષ્ટ કામ કરતો અટકી જાય. જેમ કે આ વિષે અલ્લાહ તઆલા કુર્આનમાં ફરમાવે છો કે :
ظَهَرَ الۡفَسَادُ فِی الۡبَرِّ وَالۡبَحۡرِ بِمَا کَسَبَتۡ اَیۡدِی النَّاسِ لِیُذِیۡقَهُمۡ بَعۡضَ الَّذِیۡ عَمِلُوۡا لَعَلَّهُمۡ یَرۡجِعُوۡنَ. [સૂરહ રૂમ : ૪૧]
તર્જૂમો :- જમીનમાં અને સમંદરો માં જે કાંઈ ખરાબી (મુસીબત) જાહેર થાય છે તે લોકોના ગુનાહોના લીધે થાય છે, જેથી અલ્લાહ તઆલા તેમના કરેલા અમુક કર્મોની મજા તેમને ચખાદે કે કદાચ તેઓ સાવચેતી અપનાવી લે.
    એવી જ રીતે કુર્આનની બેશુમાર આયતો તેમજ વિવિધ હદીષોમાં આ બે કારણો નો ઉલ્લેખ સ્પષ્ટ શબ્દોમાં વર્ણવેલ મળે છે. તે માટે એવું સમજવું કે મુસીબતો આવવી ખુદાના વજૂદ ન હોવાનું દર્શાવે છે ગલત છે,બલ્કે સવાલ કરનાર ની અજ્ઞાનતા દર્શાવે છે.
ફાયદો :- ઉલમા એ કસોટી અને સજા દરમિયાન ત્રણ ફરક બયાન કર્યા છે જે નીચે મુજબ છે.
➊ હઝરત શાહ વલીઉલ્લાહ મુહદ્દીષે દહેલવી રહ. ફરમાવે છે કે જે મુસીબત કસોટી ના તોર પર હોય છે તે મુસીબત પર અલ્લાહ તઆલા તે વ્યક્તિને તે મુસીબત પર રાજી રાખે છે, જેવી રીતે એક બીમાર તકલીફ છતાંય કડવી દવા અથવા ઑપરેશન માટે રાજી હોય છે.
   અને જે મુસીબત સજા સ્વરૂપે હશે તેમાં તે વ્યક્તિની ફરીયાદ, અધીરાઈ અને નાશુક્રી ખૂબ હશે.
➋ હકીમુ'લ્ ઉમ્મત હઝરત વાલા થાનવી રહ. ફરમાવે છે કે જે મુસીબત બાદ વ્યક્તિમાં અલ્લાહ તઆલા ની આજ્ઞાકારી નું તેમજ ગુનાહો થી બચવાનું પ્રોત્સાહન વધી જાય તો આ નિશાની છે કે આ મુસીબત કસોટી સ્વરૂપે હતી.
   અને જો મુસીબત બાદ પણ ગુનાહિત કામોમાં મશ્ગુલી વધી જાય તો આ નિશાની છે કે મુસીબત સજા સ્વરૂપે હતી.
➌ આ ફરક પણ બયાન કરવામાં આવ્યો છે કે ગુનાહના કામના નતીજામાં મુસીબત આવે તો સજા છે.
   અને જો મુસીબત કોઈ નેક કામ કરવાના નતીજામાં આવે તો આ કસોટી છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)