શું નબી ﷺ સિદરતુ'લ્ મુન્તહા થી પણ આગળ ગયા હતા..?

Ml Fayyaz Patel
0
   લોકોમાં આ કિસ્સો પણ ખૂબ જ પ્રચલિત છે કે નબી ﷺ એ જ્યારે મેઅરાજ કરી, ત્યારે તેમની સાથે હઝરત જીબ્રઈલ પણ હતા. તેઓ બન્ને જ્યારે સિદરતુ'લ્ મુન્તહા નામી જગ્યાએ પહોંચ્યા તો હઝરત જીબ્રઈલે કહ્યું કે હવે આનાથી આગળ હું નથી જઈ શકતો, નહીંતર મારા પર (પાંખો) બળી જશે.
   એવી જ રીતે એક નઝમ પણ ખૂબ પ્રચલિત છે કે “ સિદરાત સે ભી આગે કોન ગયા, જીબ્રઈલે અમીન સે પૂછો ”
શુદ્ધિકરણ :-
   હદીષની કિતાબોમાં નબી ﷺ નું સિદરતુ'લ્ મુન્તહા સુધી પહોંચવું તો સાબિત અને સહીહ છે.
   પરંતુ ઉપરોક્ત વર્ણવેલ હઝરત જીબ્રઈલ સાથેની વાતચીત તથા નબી ﷺ નું સિદરતુ'લ્ મુન્તહા થી આગળ પહોંચવું સાબિત નથી. એટલે કે આ વાતની કાંતો સનદ જ નથી, અને જેની સનદ છે તે મનઘડત છે.
   તે માટે ઉપરોક્ત કિસ્સો તથા આ પ્રકારની નાત અને નઝમો જેમાં મનઘડત વાતોનું વર્ણન હોય, તેવી વસ્તુઓ ને સાંભળવા થી અને બીજાને મોકલવાથી બચવું જરૂરી છે.
[ફતાવા દા.ઉ. ઝકરિયા : ૧ / ૬૩ & મવઝૂઅ અહાદીષ સે બચેં]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)