ઘણી વખત અમુક લોકો માત્ર સુસ્તી તેમજ ફેશનના લીધે વગર ટોપીએ નમાઝ પઢતા જોવા મળે છે, અને તેઓનો ખ્યાલ આ હોય છે કે જોકે ટોપી વગર નમાઝ પઢવી જાઈઝ છે તો ગમે તે કારણસર ટોપી વગર નમાઝ પઢવામાં કોઈ વાંધો નથી.
શુદ્ધિકરણ :-
બેશક વગર ટોપીએ નમાઝ પઢવી જાઈઝ છે જેમાં કોઈ શંકા નથી, પરંતુ ત્યારે જ્યારે પરિસ્થિતિ આકસ્મિક તેમજ ઓચિંતા ની હોય. જ્યારે કે ફેશન તેમજ સુસ્તીના લીધે વગર ટોપીએ નમાઝ પઢવી તો આ વિષે ઉલમાએ સ્પષ્ટ રીતે લખ્યું છે કે આ મકરૂહ છે, અને આના લીધે નમાઝ નો ષવાબ પણ ઘટી જાય છે.
➤ ફતાવા આલમગીરીમાં લખ્યું છે કે :
☜ وتكره الصلاة حسراً رأسه إذا كان يجد العمامة وقد فعل ذلك تكاسلا أو تهاونا بالصلاة. [૧ / ૧૦૬]
➤ એવી જ રીતે અ'લ્ ફિક્હુ'લ્ ઈસ્લામિય્યહ્ માં લખ્યું છે કે :
☜ والصلاة حاسرا (كاشفا) رأسه للتكاسل... والكراهة هنا اتفاقا.[૨ / ૯૮૨]
➤ એવી જ રીતે શર્હુ'ત્ તલવિહ માં લખ્યું છે કે :
☜ كراهة التنزيه إن كان إلى الحل أقرب بمعنى أنه لايعاقب فاعله لكن يثاب تاركه أدنى ثواب. [૧ / ૨૦]
વગર ટોપીએ નમાઝ પઢવામાં એક દૃષ્ટતા આ પણ છે કે આ યહૂદિઓ સાથે સામ્યતા (મુશાબહત) ને પાત્ર કૃત્ય છે, કેમ કે તેઓ પોતાની દરેક ઈબાદત ઉઘાડા માથે કરવાને પસંદ કરે છે. તેમજ રસુલુલ્લાહ ﷺ થી સ્પષ્ટ રીતે આ પણ સાબિત નથી કે તેમણે કપડું હોવા છતાંય કોઈ કારણ વગર ઉઘાડા માથે નમાઝ પઢી હોય કે પછી આદેશ આપ્યો હોય, બલ્કે રસુલુલ્લાહ ﷺ અને સહાબાؓ થી ટોપી અથવા ઈમામા સાથે નમાઝ પઢવી સાબિત છે.
☜ اتيت النبی ﷺ فرأيتهم یصلون في الأكسية والبرانس وأيديهم فيها من البرد۔
[અ'લ્ મોઅ્જમુ'સ્ સહાબા લિ'ઈબ્ની'લ્ કાનિઅ્ : ૨ / ૧૫૨]
➤ નોંધ :- ભલે વગર ટોપીએ નમાઝ પઢવી જાઈઝ તો છે પરંતુ મકરૂહ છે અને આ મકરૂહ અમલની આદત બનાવી લેવી સુન્નત ના વિરુદ્ધ કૃત્ય લેખાશે.
તે માટે આકસ્મિક રીતે ટોપી વગર નમાઝ પઢવામાં તો વાંધો નથી, પરંતુ ફેશન તેમજ સુસ્તીના લીધે ટોપી વગર નમાઝ પઢવામાં તેમજ તેની આદત બનાવવા થી ખૂબ બચવું જોઈએ.
----------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59