શાદીના મોકા પર પીઠી લગાવવા વિષે

Ml Fayyaz Patel
0
   લોકોમાં આ રસમ પણ દિવસે ને દિવસે વધતી જાય છે કે શાદીના એક બે દિવસ પહેલા પીઠીના નામ પર હળદર લગાવવામાં આવે છે, અને આ રસમને જરૂરી સમજવામાં આવે છે, તેમજ તેની પાછળ આ અકીદો પણ છુપાયેલો હોય છે કે જો તેઓને પીઠી લગાવવામાં ન આવે તો શૈતાન, જીન્નાત વગેરે ની ઝપટમાં આવી જાય છે.
શુદ્ધિકરણ :-
   સૌથી પહેલા આ વાત સમજી લેવી જોઈએ કે કોઈ પણ સમય અથવા દિવસ નક્કી કર્યા વગર જો કોઈ વ્યક્તિ પોતાના બદનની સફાઈ માટે હળદર વગાવે છે તો આ બિલકુલ જાઈઝ છે.
   પરંતુ શાદીના એક બે દિવસ પહેલા જે લગાવવામાં આવે છે તે એક રસમના તોર પર તેમજ ગલત અકીદાના ખાતર લગાવવામાં આવે છે જેમાં ગેર મુસ્લિમ કૌમની નકલ તેમજ ફુઝુલ ખર્ચી પણ ખૂબ થાય છે, એવી જ રીતે બે પર્દગીની સાથે સાથે ગેર મહરમો પણ પીઠી લગાવતી વખતે મર્દોના બદનને સ્પર્શ કરતી હોય છે જે બિલકુલ ના જાઈઝ છે.
   ઉપરોક્ત ખરાબીઓ ના કારણે ઉલમાએ આ રસમને ના જાઈઝ બતાવે છે, તે માટે ઉપરોક્ત રસમને છોડી સુન્નતના મુજબ નિકાહ કરવા જોઈએ.
[ઑનલાઇન ફતાવા દા ઉ દેવબંદ, મહમુદુ'લ્ ફતાવા : ૧ / ૪૪૮, ફતાવા કાસિમિય્યહ્ : ૩ / ]
-------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)