શું દોજખ આલીમો થી સળગાવવામાં આવશે..?

Ml Fayyaz Patel
0
   લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે દોજખ આલીમો થી સળગાવવામાં આવશે, અથવા દોજખમાં સૌથી પહેલા આલીમો ને નાંખવામાં આવશે, અથવા આલીમો દોજખનું ઈંધણ બનશે.
શુદ્ધિકરણ :-
   ઉપરોક્ત શબ્દો સાથે આ વાત ન કોઈ કુર્આની આયત માં વર્ણવેલ મળે છે, અને ન કોઈ હદીષમાં કે જેના સંદર્ભે ઉલમા પ્રત્યે આ વાત કહેવામાં આવે.
   હાં ! એક હદીષ છે જેને સ્તંભ બનાવી કદાચ આ વાત કહેવામાં આવતી હોય, તે છતાંય સંપૂર્ણપણે તેનો તે ભાવાર્થ નથી નિકળતો જે લોકોમાં પ્રચલિત છે. નીચે તે હદીષના મફહૂમને ટૂંકમાં દર્શાવવામાં આવે છે.
   “ રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે કયામતના દિવસે સૌથી પહેલા એક “ શહીદ ” ને લાવવામાં આવશે જેને અલ્લાહ તઆલા કહેશે કે તુ દુનિયામાં એટલા માટે લડ્યો કે લોકો તને બહાદુર કહે, અને વાસ્તવમાં તારા શહીદ થયા પછી લોકોએ તને બહાદુર કહ્યો, પછી અલ્લાહ તઆલા ના આદેશ પર તેને ઉંધા મોઢે ઘસેડી દોજખમાં નાખી દેવામાં આવશે.
   એવી જ રીતે એક આલીમ અને માલદાર ને બોલાવવામાં આવશે અને આલીમ ને કહેવામાં આવશે કે તમે ઈલ્મ એટલા માટે હાસિલ કર્યું કે લોકો તને આલીમ કહે, અને માલદાર ને કહેવામાં આવશે કે તે દુનિયામાં દાન એટલા માટે કર્યું કે લોકો તને સખી કહે, અને વાસ્તવમાં તમારા બન્ને ને લોકોએ આલીમ અને સખી કહ્યા, ત્યારબાદ આ બન્ને ને પણ ઉંધા મોઢે ઘસેડી દોજખમાં નાખી દેવામાં આવશે.”
[મુસ્લિમ શરીફ : હદીષ ક્રમાંક ૪૯૨૩]
   ઉપરોક્ત હદીષ જાણી લીધા બાદ સ્પષ્ટ રીતે ખબર પડી કે આ હદીષને સ્તંભ બનાવી માત્ર આ કહેવું કે દોજખ આલીમો થી સળગાવવામાં આવશે સહીહ નથી નીચે મુજબ કારણોના લીધે.
❒ પહેલું કારણ :- હદીષમાં જે સજાનો ઉલ્લેખ છે તે ઉલ્લેખ માત્ર તે વ્યક્તિનું આલીમ હોવાને લીધે નથી, બલ્કે નિય્યત સહીહ ન હોવાને લીધે છે.
❒ બીજું કારણ :- નિય્યત કોની કેવી છે એ આપણા માં થી કોઈ પણ જાણી નથી શકતું, તો જ્યારે ખબર જ ન હોય તો કોઈ પણ આલીમ ને એવું કેવી રીતે કહી શકાય કે તારાથી જ દોજખ સળગાવવામાં આવશેછે
❒ ત્રીજું કારણ :- હદીષમાં માત્ર આલીમનો ઉલ્લેખ નથી, બલ્કે બીજા બે શહીદ અને માલદાર નો પણ ઉલ્લેખ છે.
❒ ચોથું કારણ :- ઉપરોક્ત હદીષમાં આ ત્રણ વ્યક્તિઓ નો ઉલ્લેખ ઉદાહરણ તરીકે કરવામાં આવ્યો છે કે જ્યારે આ લોકો આટલા ઉચ્ચ હોદ્દા પર હોવાની સાથે આટલા ઉચ્ચ કામો કરવા છતાંય માત્ર નિય્યત સહીહ ન હોવા પર આ સજા છે તો આપણે તો આ વાતના વધારે લાયક છે કે આપણી દરેક નાની મોટી ઈબાદતો માં નિય્યત સહીહ રાખીએ અને દરેક કામ અલ્લાહ માટે જ કરીએ.
   આ મુખ્ય કારણોસર ઉપરોક્ત હદીષને સ્તંભ બનાવી આલીમો પ્રત્યે જે નબીઓ ના વારસદાર છે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો સહીહ નથી.
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)