લોકોમાં ખાવા દરમિયાન વાતો કરવા, અને ન કરવા વિષે બે વાતો ખૂબ પ્રચલિત છે કે :
➊ ખાતી વખતે વાતો કરવી જાઈઝ નથી.
➋ રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે ખાતી વખતે વાતો કરો અને યહૂદના તરીકાનો વિરોધ કરો.
શુદ્ધિકરણ :-
ખાતી વખતે વાતો કરવી અને ન કરવી બન્ને જાઈઝ છે. અલબત્ત ખાતી વખતે હલકી દીની વાતો કરવી શ્રેષ્ઠ અને ઉત્તમ છે, કેમ કે ઉલમાએ કિતાબોમાં લખ્યું છે કે ખાતી વખતે બિલકુલ ખામોશ રહેવું આ મજુસીઓ નો તરીકો છે તે માટે બિલકુલ ખામોશ રહેવું પસંદીદા નથી.
"ويكره السكوت حالة الأكل؛ لأنه تشبه بالمجوس، ويتكلم بالمعروف". (الشامي ٩/٤١٣)
" ولايسكت على الطعام ولكن يتكلم بالمعروف وحكايات الصالحين ". (الفتاوى الهندية ٥/٣٤٥)
અને હદીષના નામે જે વાત પ્રચલિત છે કે રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે :
" تحدثُوا على الطَّعَام، وخالفوا سنة الْيَهُود "
(ખાતી વખતે વાતો કરો અને યહૂદના તરીકાનો વિરોધ કરો)
આ બિલકુલ બેબુનિયાદ અને મનઘડત હદીષ છે માટે ઉપરોક્ત વાતની રસુલુલ્લાહ ﷺ ની તરફ નિસ્બત કરવી જાઈઝ નથી.
(النخبة البهية في الأحاديث المكذوبة على خير البرية ﷺ)
ખુલાસો :- ખાતી વખતે વાતો કરવી પણ જાઈઝ છે અને ન કરવી પણ જાઈઝ છે. અલબત્ત બન્નેમાં થી કોઈ એક પહેલુને સુન્નત અને જરૂરી સમજવું સહીહ અને દુરુસ્ત નથી.
[ઈસ્લાહે અગ્લાટ : સિ.નં. ૫૯ & અ'લ્ મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૨ / ૨૧૬]
----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59