لَاۤ اِکۡرَاہَ فِی الدِّیۡنِ.
દીનમાં કોઈ બળજબરી નથી.
આનો સહીહ મતલબ નીચે દર્શાવવામાં આવે છે.
સ્પષ્ટીકરણ :-
ઉપરોક્ત આયતમાં જે બળજબરી નકારવામાં આવી છે તે ઈસ્લામ કબૂલ કરાવવાને સંબંધિત છે. એટલે કે ઈસ્લામ કબૂલ કરાવવા માટે કોઈની સાથે બળજબરી કરવી જાઈઝ નથી.
બીજી તરફ ઈસ્લામમાં જે જિહાદનો હુકમ છે તેનો હેતુ બળજબરીથી મુસલમાન બનાવવાનો નથી, બલકે મુખ્ય હેતુ દુનિયામાં હિંસા ફેલાવનારાઓનું બળ તોડી દુનિયામાંથી બુરાઈ દૂર કરવાનો તથા તે બુરાઈ નો ખાત્મો કરવાનો છે. આ જ કારણે જિહાદ સાથે જિઝ્યહ નો પણ વિકલ્પ મુકવામાં આવ્યો છે.
▣ બળજબરી ની મનાઈ નું કારણ :-
ઈસ્લામ કબૂલ કરાવવા માટે બળજબરી કરવાની મનાઈ કેમ કરવામાં આવી છે..? તો આના બે કારણ છે.
(૧) ઈસ્લામ ઈમાન લાવવાનું (શ્રદ્ધાનું) નામ છે, અને ઈમાન દિલને સંબંધિત પ્રવૃત્તિનું નામ છે. જ્યારે કે બળજબરી કોઈ ની જુબાન અને શરીર પર તો કરી શકાય છે. પરંતુ દિલ પર બળજબરી કરવી શક્ય જ નથી. આયતમાં આ જ હકીકત અને વાસ્તવિકતાનું એલાન કરવામાં આવ્યું છે.
(૨) બળજબરી નાપસંદ વસ્તુઓ પર કરવામાં આવે છે. અને ઈસ્લામ ની ખૂબી સાબિત છે. તેથી ઈસ્લામ માટે બળજબરી નો કોઈ મતલબ જ નથી.
ફાયદો :- જે વ્યક્તિ દિલથી ઈસ્લામ કબૂલ કરી લે છે, તો હવે તેના માટે ઈસ્લામી તાલીમ તથા માર્ગદર્શન હેઠળ ચાલવું જરૂરી હોય છે. અને અમલ ન કરવા પર તે સજાનો હકદાર પણ રહેશે. તેથી કોઈ મુસ્લિમ નું નમાઝ, રોઝા વગેરે કામો ન કરવા અને એવું સમજવું કે દીનમાં કોઈ બળજબરી નથી, આ સહીહ નથી.
સારાંશ કે આ આયતમાં બળજબરી ન કરવી ઈસ્લામ કબૂલ કરાવવા બાબત છે. ન કે તેઓ માટે જેઓ ઈસ્લામ કબૂલ કરી ચુક્યા છે. આ આયતનો જેઓ ઈસ્લામ કબૂલ કરી ચુક્યા છે તેઓ સાથે કોઈ સંબંધ નથી. તેઓ માટે તો ઈસ્લામી તાલીમ જરૂરી છે. ત્યાં આ આયતનો સહારો લેવો પણ સહીહ નથી.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59