કાંકરીઓ નું અબૂ જહલની મુઠ્ઠી માં કલીમો પઢવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   આ કીસ્સો પણ લોકોમાં ખૂબ જ પ્રચલિત છે કે એક વખત અબૂ જહલ મુઠ્ઠીમાં કાંકરીઓ સંતાડી રસુલુલ્લાહ ﷺ પાસે આવ્યો અને કહ્યું કે તમે આ વાત બતાવી દ્યો કે મારા હાથમાં શું છે..? તો હું ઈમાન લઈ આવીશ. તો રસુલુલ્લાહ ﷺ એ જવાબ આપ્યો કે હું જવાબ નહીં આપું કે તમારા હાથમાં શું છે, બલ્કે જે વસ્તુ તમારા હાથમાં છે તે તને જવાબ આપશે કે હું કોણ છે, તો તેની મુઠ્ઠીમાં મોજૂદ કાંકરીઓ એ કલીમો પઢવાનું ચાલું કરી દીધું, તે છતાંય અબૂ જહલ ઈમાન ન લાવ્યો.
શુદ્ધિકરણ :-
   આ કીસ્સો મૌલાના રૂમી રહ્મતુલ્લહિ અલયહિ ની કિતાબ “ મસ્નવી ” લખેલો મળે છે, પરંતુ ત્યાં આ કીસ્સાની કોઈ સનદ વર્ણવેલ મળતી નથી, તેમજ બીજી કોઈ કિતાબમાં આ કીસ્સો સનદ સાથે વર્ણવેલ મળતો નથી. અને શરઈ નિયમ છે કે રસુલુલ્લાહ ﷺ તરફ સંબોધીત કોઈ પણ વાત કે કીસ્સો જ્યાં સુધી દુરસ્ત સનદ સાથે ન મળે ત્યાં સુધી તેને બયાન કરવો જાઈઝ નથી.
   હાં ! બયાન કરવા માટે બીજા ઘણા બધા મોઅ્જીઝા સહીહ હદીષો થી સાબીત છે તેને બયાન કરવા જોઈએ, પરંતુ જે સાબિત ન હોય તેનાથી સાવચેતી અપનાવવી જોઈએ.
   તે માટે ઉપરોક્ત કીસ્સા ની પણ સનદ ન હોવાથી જ્યાં સુધી સહીહ સનદ ન મળે તેને રસુલુલ્લાહ ﷺ તરફ સંબોધીને બયાન કરવો દુરસ્ત નથી.
[ગેર મોઅતબર રીવાયાત કા ફન્ની જાઈઝા : ૪ / ૩૬૮, દા.ઈ. ઑનલાઇન અ'લ્ ઈખલાસ]
----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)