પડદા ના વિષય પર એક નકારાત્મક ટીપ્પણી અને તેનો જવાબ

Ml Fayyaz Patel
0
   અમુક લોકો તરફથી શરઈ પડદા ના આદેશ ને લઈ વારેઘડી એક નકારાત્મક ટીપ્પણી ખૂબ જોવા અને સાંભળવા મળે છે જે આ પ્રકારની હોય છે કે :
   “ મહિલાઓ ને પડદા ની પાબંદ બનાવી બીજા લોકોથી રોકવી વાસ્તવમાં પુરુષો માટે વધારે આકર્ષણ અને લાલચ નો રસ્તો ખોલવા સમાન છે ” કેમ કે એક સિદ્ધાંત છે કે માણસ ને જે વસ્તુથી રોકવામાં આવે છે તે વસ્તુમાં તે લાલચ કરે છે, જેટલી તેને છુપાવવામાં આવશે તેટલી જ તેમાં મોહ, આકર્ષણ અને લાલચ રહેશે. પરંતુ જો મહિલાઓ ખુલ્લી પડીને જાહેર દ્રશ્યમાં આવી જાય તો જોતાં જોતાં તબિયત ધરાઈ જશે તેમજ લાલચ અને જુસ્સો પણ ઠંડો પડી જશે.
જવાબ :-
   આ ટીપ્પણી પર સૌથી પહેલા આ સવાલ ઉભો થાય છે કે મહિલાઓ ખુલ્લી પડી જાહેર દ્રશ્યમાં આવવા બાદ જો તેના ગુપ્ત અંગ જોવાનો તેમજ તેને ઉપયોગમાં લાવવાનો જુસ્સો અને લાલચ વધતાં શું તેને નગ્ન અવસ્થામાં જાહેર થવાની તેમજ તેને દરેક રીતે ઉપયોગ માં લાવવાની પરવાનગી પણ પૂરી પાડવામાં આવશે...?
   અને તમારો આ આર્થિક સિદ્ધાંત કે માણસને જે વસ્તુથી રોકવામાં આવે છે તેમાં તે લાલચ કરે છે તો શું આ સિદ્ધાંત મુજબ ચોરોની માલની લાલચ ખતમ કરવા તમે લોકો તમારો માલ સામાન બહાર ખુલ્લો કેમ નથી પાડતા કે જેથી તેના દ્વારા ચોરોની લાલચ ખતમ થઈ જાય અને તેઓ ચોરી કરવાનું બંધ કરી દે.
   વાસ્તવિક્તા આ છે કે તેઓ ઉપરોક્ત સિદ્ધાંત બરાબર સમજ્યા જ નથી. કેમ કે આ વિષયમાં અસલ સિદ્ધાંત આ છે કે તે વસ્તુમાં જેમાં પાબંદી પૂરેપૂરી હોય કે તેમાં તેને ઉપયોગ કરવાનો કોઈ વિકલ્પ જ ન હોય તો તેમાં માણસની મોહ અને લાલચ વધે છે બાકી જો પાબંદ કરવામાં આવેલ વસ્તુમાં સાથે તેને ઉપયોગમાં લાવવાનો વિકલ્પ પણ હોય તો તે વસ્તુમાં ન લાલચ વધે છે, ન મોહ વધે છે. અને પડદાની પાબંદી પણ આ જ પ્રકારની છે કે તેમાં પાબંદી પૂરેપૂરી નથી, બલ્કે તેમાં પાબંદીની સાથે ઉપયોગ નો વિકલ્પ પણ મુકવામાં આવ્યો છે અને તે વિકલ્પ નિકાહ, શાદી છે, તો હવે મહિલાઓ માટે પડદાની પાબંદી પુરુષો માટે કોઈ પણ રીતે આકર્ષણ, મોહ અને લાલચ નો સબબ નહીં રહે, બલ્કે લાલચ આવતાં જ વિકલ્પ અપનાવવા નો રસ્તો ખુલ્લો છે.
   આખી વાતનો ખુલાસો આ છે કે શરઈ પડદો મહિલાઓ થી રોકવા માટે નહીં, બલ્કે ગલત તરીકે તેમના સૂધી પહોંચવા તેમજ ફાયદો ઉઠાવવા ના ખરાબ અને ભ્રષ્ટ માર્ગથી રોકવા માટે છે.
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)