ઘણા લોકો આ વિષે મુંઝવણ અનુભવતા જોવા મળે છે કે શું હદીષમાં મિસ્વાક વિષે જે સુન્નત હોવું બતાવવામાં આવ્યું છે તે સુન્નત બ્રશ અને ટૂથપેસ્ટ દ્વારા પણ અદા થઈ શકે છે કે નહીં..?
શુદ્ધિકરણ :-
દરઅસલ મિસ્વાક વિષે જે સુન્નત બતાવવામાં આવ્યું છે તેમાં બે સુન્નતો ઈચ્છનીય હોય છે. એક સફાઈ ની સુન્નત અને બીજી એક ખાસ લાકડી દ્વારા મિસ્વાકની સુન્નત.
જ્યાં સુધી વાત છે સફાઈની સુન્નત તો આ સુન્નત બ્રશ અને ટૂથપેસ્ટ દ્વારા પણ અદા થઈ જાય છે. અને જ્યાં સુધી વાત છે ખાસ લાકડી દ્વારા મિસ્વાક, તો આ સુન્નત ફક્ત પીલુડી, લીમડો અને ઝૈતુનની લાકડી જેવી વસ્તુઓ દ્વારા જ હાસિલ થશે. આ સિવાયની અન્ય કોઈ વસ્તુ દ્વારા આ સુન્નત અદા થશે નહીં.
હદીષમાં ખાસ પ્રકારની લાકડી દ્વારા મિસ્વાકની ખૂબ ફઝીલત બયાન કરવામાં આવી છે, તેથી બનતી કોશિશે આનો ખૂબ પ્રબંધ કરવો જોઈએ.
[ઈસ્લાહે અગ્લાત : ૧૭૭૯ & ઑનલાઇન ફતાવા બિન્નોરિયા, દર્સે તિરમીઝી]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59