હુઝૂર ﷺ ના પેદા થવાના વર્ષ દરેક ગર્ભવતીને છોકરો પેદા થવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે જે વર્ષે હુઝૂર ﷺ પેદા થયા હતા તે વર્ષે જેટલી પણ સ્ત્રીઓ ગર્ભવતી હતી તે બધી સ્ત્રીઓથી હુઝૂર ﷺ ની બરકતથી તે વર્ષે છોકરા જ છોકરા પેદા થયા.
શુદ્ધિકરણ :-
   હદીષના નિષ્ણાંત ઉલમા મુહદ્દીષીને આ વાત પ્રત્યે મનઘડત હોવાનો અભિપ્રાય રજૂ કર્યો છે. અને કહ્યું છે કે આ વાત સ્ટેજની ખુરશીઓ શણગારનાર વક્તા તરફથી બયાન કરવામાં આવી છે. (એટલે કે લોકોને આકર્ષિત કરવા ગમેતેમ બયાન કરવા બાબતની છે)
   જ્યારે કે હુઝૂર ﷺ તરફ સંબોધીત કોઈ પણ વાત ત્યાં સુધી બયાન કરવી જાઈઝ નથી જ્યાં સુધી શુદ્ધિકરણ થી તેની સનદનું સહીહ અથવા કમસેકમ ઝઈફ હોવું ખબર ન પડે. કેમ કે આ વિષે સહીહ હદીષોમાં ઘણી સખત વઈદો આવી છે.
   તદુપરાંત હુઝૂર ﷺ ની શ્રેષ્ઠતા અને ઉત્તમતા સહીહ હદીષોથી એ રીતે સાબિત છે કે તેના માટે આવી કોઈ વાત ઘડવાની જરૂર નથી પડતી.
   તેથી ઉપરોક્ત વાતને બયાન કરવી તથા શેયર કરવી જાઈઝ નથી.
[ગેર મોઅ્તબર રિવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૪ / ૨૬૨]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)