નજર લાગવા વિષે શરઈ દૃષ્ટિકોણ

Ml Fayyaz Patel
0
   નજર લાગવાનો મતલબ આ છે કે કોઈ વ્યક્તિનું પોતાની અથવા બીજાની કોઈ વસ્તુને જોઈને પસંદ આવવા પર તે વસ્તુ પર નુકસાન જાહેર થાય. તો આ વિષે ઈસ્લામ શું કહે છે તે વિગતવાર જાણીએ.
   કોઈકની નજર લાગવી આ એક સાચી અને હકીકતને અનુરૂપ વાત છે. જેના લીધે જેને નજર લાગી હોય તેનું જાની અને માલી નુકસાન પણ થાય છે. અને આ વાત કુર્આન અને હદીષથી સાબિત છે, હદીષમાં આવે છે કે :
عَنْ أَبِي هُرَيرَةَؓ عَنِ النَّبِيِّ ﷺ قَالَ الْعَيْنُ حَقّ.
(બુખારી શરીફ : ૫૭૪૦)
રસુલુલ્લાહ ﷺ નું ફરમાન છે કે નજર લાગવી સાચું છે.
   આના સિવાય બીજી બેસુમાર હદીષો છે જેમાં નજર લાગવાને ન માત્ર સાચું બતાવવામાં આવ્યું છે બલ્કે તેનાથી બચવાના ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે.
   અને નજર લાગવી આ કોઈ અક્કલના વિરુદ્ધ વાત પણ નથી, આપણે જીંદગીમાં ન દેખાય તેવી વસ્તુઓ ના અસરનો કેટલાય અનુભવ કરી ચુક્યા છે, દા.ત. નજરનો જ અનુભવ જોઈએ તો નજરમાં એક એવી શક્તિ હોય છે જે સામેવાળી વ્યક્તિ પર પ્રભાવ કરે છે કે નજર એક જ હોય છે પણ કોઈ દિવસ કોઈને મુહબ્બતની દ્રષ્ટિએ જોવા પર સામેવાળી વ્યક્તિના દિલમાં મુહબ્બત પેદા કરે છે, તો કોઈક દિવસ નફરતની દ્રષ્ટિએ જોવા પર સામેવાળી વ્યક્તિના દિલમાં નફરત પણ પેદા કરે છે, તો કોઈક દિવસ તેને ઈર્ષાની દ્રષ્ટિએ પણ જોવામાં આવે છે તો આ જ ઈર્ષાવાળી દ્રષ્ટિ સામેવાળી પર અસર કરે છે જેના લીધે તે વસ્તુને નુકસાન પહોંચે છે જેને શરીયતની પરિભાષામાં નજર લાગવી કહેવામાં આવે છે.
❖ બુરી નજરથી બચવાના ઉપાયો ❖
➙ અલ્લાહ તઆલા થી પનાહ અને હિફાઝત તલબ કરતું રહેવું. [ઈબ્ને માજા : ૩૫૦૮] હિફાઝત તલબ કરવાનો શ્રેષ્ઠ તરીકો સૂરહ નાસ અને સૂરહ ફલક પઢતા રહેવું.
➙ જે વસ્તુ પસંદ આવે તેને જોઈને બરકતની દુવા માંગવી અથવા આપવી. [મુસ્તદરક હાકિમ : ૭૫૦૦]
➙ પસંદીદા વસ્તુ જોઈને " માશા અલ્લાહુ લા કુવ્વત ઈલ્લા બિલ્લાહિ " પઢવું. [સૂરહ કહફ : આયત નં. ૩૯]
❖ બુરી નજરનો ઈલાજ ❖
➙ સૂરહ નાસ અને સૂરહ ફલક પઢીને દમ કરવું. [બુખારી : ૫૭૩૮, તીરમીઝી : ૨૦૫૮]
➙ નિમ્ન નબવી દુવાઓ પઢી પણ કરી શકાય છે.
" أَعُوذُ بِكَلِمَاتِ اللَّهِ التَّامَّةِ مِنْ كُلِّ شَيْطَانٍ وَهَامَّةٍ وَمِنْ كُلِّ عَيْنٍ لَامَّةٍ." [બુખારી શરીફ : ૩૩૭૧]
" اِمْسَحِ الْبَاْسَ رَبَّ النَّاسِ! بِیَدِكَ الشِّفَائُ لَا کَاشِفَ لَهٗ اِلَّا اَنْتَ." [મુસનદે અહમદ : ૭૭૫૨]
" بِسْمِ اللّٰهِ أَرْقِیكَ مِنْ کُلِّ شَیْئٍ یُؤْذِیكَ، مِنْ حَسَدِ کُلِّ حَاسِدٍ وَعَیْنٍ، بِسْمِ اللّٰهِ یَشْفِیكَ." [મુસનદે અહમદ : ૭૭૧૫]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)