લોકોમાં આ હદીષ પણ ખૂબ જ પ્રચલિત છે કે જુમ્માના દિવસે વાલિદૈન (માં - બાપ) અથવા બન્નેમાં થી કોઈ એકની કબરની ઝિયારત કરી. અને યાસીન શરીફની તિલાવત કરી તો તેની મગફિરત કરી દેવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
આ હદીષ કિતાબોમાં વર્ણવેલ મળે તો છે પરંતુ હદીષના નિષ્ણાતોએ આ હદીષની સનદને ખૂબ સખત કમજોર એટલે કે તેને હદીષ કહીને બયાન ન કરી શકાય એ પ્રકારનો હુકમ લગાવ્યો છે.
કેમ કે હુઝૂર ﷺ તરફ નિસ્બત કરીને એવી જ વાત હદીષના રૂપમાં બયાન કરી શકાય છે જેની સનદ સહીહ હોય. અને ઉપરોક્ત વર્ણવેલ હદીષની સનદ સહીહ નથી. હદીષમાં આવે છે કે :
☜ عَنْ أَبِي هُرَيْرَةَؓ عَنِ النَّبِيِّ ﷺ مَنْ كَذَبَ عَلَيَّ مُتَعَمِّدًا فَلْيَتَبَوَّأْ مَقْعَدَهُ مِنَ النَّارِ. [બુખારી શરીફ : ૧૧૦]
✰ અનુવાદ :- રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે જે વ્યક્તિએ જાણી જોઈને મારી તરફ કોઈ જુઠી વાત સંબોધીને બયાન કરી તો તે વ્યક્તિ પોતાનું ઠેકાણું જહન્નમમાં બનાવી લે.
તેથી ઉપરોક્ત વર્ણવેલ વાતને હદીષ તરીકે બયાન કરવી દુરુસ્ત નથી.
[ગેર મોઅ્તબર રિવાયાત કા ફન્ની જાઈઝા : ૯ / ૧૫]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59