લોકોમાં હદીષના નામે આ વાત પણ ખૂબ જ સાંભળવા મળે છે કે રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે અલ્લાહ તઆલા ના રસ્તામાં દુવા એવી કબૂલ થાય છે જેવી બની ઈસરાઈલ ના નબીઓ ની દુવા કબૂલ થાય છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાત ઘણી તલાશ કરવા છતાંય હદીષોની કિતાબોમાં સનદ ની સાથે આવી કોઈ વાતનો ઉલ્લેખ મળતો નથી, તે માટે જ્યાં સુધી આવી કોઈ વાત ન મળે ત્યાં સુધી તેને બયાન કરવાથી સાવચેત રહેવું જોઈએ, કેમ કે રસુલુલ્લાહ ﷺ ની તરફ સંબોધીત વાત ત્યારે જ કહી શકાય છે જ્યારે તે ભરોસાપાત્ર સનદ સાથે હદીષોની કિતાબોમાં મોજૂદ હોય.
હાં ! ઉપરોક્ત વાતને મળતી એક રીવાયત હદીષની કિતાબોમાં મળે છે, જેને બયાન કરવામાં પણ કોઈ વાંધો નથી, જે આ પ્રમાણે છે કે :
☜ عَنِ النَّبِيِّ ﷺ قَالَ : الْغَازِي فِي سَبِيلِ اللَّهِ، وَالْحَاجُّ وَالْمُعْتَمِرُ وَفْدُ اللَّهِ، دَعَاهُمْ فَأَجَابُوهُ، وَسَأَلُوهُ فَأَعْطَاهُمْ۔ [ابـــن ماجـــہ : ۲۸۹۳]
✰ તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ નું ફરમાન છે કે અલ્લાહ તઆલા ના રસ્તામાં જીહાદ કરનાર, હજ અને ઉમરાહ કરનાર અલ્લાહ તઆલા નું પ્રતિનિધિ મંડળ (સમૂહ) છે. જ્યારે અલ્લાહ તેઓને પુકારે છે તો તેઓ હાજરી આપે છે, અને તેઓ જ્યારે પણ અલ્લાહ પાસે જેની પણ માંગણી કરે છે તો અલ્લાહ તઆલા તેને પૂરી કરે છે.
તે માટે જે વાત સનદ સાથે સાબિત છે તેને બયાન કરવી જોઈએ, ના કે એવી વાતો જે સાબિત ન હોય બલ્કે માત્ર લોકમુખે પ્રચલિત હોય.
[ગેર મોઅ્તબર રિવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૫ / ૩૫૨]
-------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59