મહેર ધન (સંપત્તિ) ના રૂપમાં હોવી જરૂરી છે

Ml Fayyaz Patel
0
   આજકાલ સોશિયલ મીડિયા પર અજીબોગરીબ રીલ અને વિડીયો બનતા હોય છે. તે પૈકી એક વિડીયો આ પ્રકારનું પણ ખૂબ પરિભ્રમણ કરતું જોવા મળે છે કે શાદી કરનાર વ્યક્તિ પોતાની પત્નીને મહેરના રૂપમાં નમાઝ ની પાબંદી, કુર્આન હિફ્ઝ કરવું તથા હજ્જ ઉમરાહ વગેરે જે ધન ન હોય એવી વસ્તુઓ ને મહેર તરીકે રજૂ કરે છે. અને ઘણા લોકો અજ્ઞાનતા માં આવા વિડીયોને પ્રેરણા તરીકે દરેક લોકોને શેયર કરતા હોય છે.
શુદ્ધિકરણ :-
   યાદ રહે કે શરઈ દૃષ્ટિએ એવી વસ્તુઓ જે ધન (સંપત્તિ) ન હોય તેવી વસ્તુઓ ને મહેર બનાવવી જાઈઝ નથી. કેમ કુર્આનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે કે :
اَنۡ تَبۡتَـغُوۡا بِاَمۡوَالِكُمۡ مُّحۡصِنِيۡنَ غَيۡرَ مُسَافِحِيۡنَ‌ ؕ
[સૂરહ નિસા : ૨૪]
અનુવાદ :- તમે પવિત્રતા ના ઈરાદે (મહેર રૂપે) ધનના બદલે તેણીઓને પ્રાપ્ત કરો, ના કે કામવાસના માટે.
   એટલે કે દરેક તે વસ્તુને મહેર રૂપે આપી શકાય છે જે ધન બનવાની ક્ષમતા ધરાવતી હોય. જ્યારે કે ઉપરોક્ત વર્ણવેલ વસ્તુઓ નમાઝ ની પાબંદી, હિફ્ઝે કુર્આન વગેરેમાં ધન બનવાની ક્ષમતા નથી. તેથી તેઓ મહેર પણ નથી બની શકતા.
   હાં..! જો કોઈ વ્યક્તિ ધન વગરની કોઈ વસ્તુને મહેર બનાવી નિકાહ પઢે છે તો નિકાહ તો સહીહ થઈ જશે. અલબત્ત પતિ માટે આ વસ્તુ જરૂરી થઈ જશે કે તે પત્નીના ખાનદાનમાં ચાલતી મહેર પોતાની પત્નીને અદા કરે. [આ વિષે વધુ માહિતી નજીકના મુફ્તી સાહેબો પાસેથી મેળવી લેવી]
   આ ઉપરાંત આ વાત પણ નોંધપાત્ર રહે કે એક હદીષમાં કુર્આનને જે મહેર બનાવવાનો ઉલ્લેખ મળે છે તેના વિશેષ અન્ય કારણો છે. તેથી તેના દ્વારા તર્ક પકડી એવું સમજવું કે ધન સિવાયની અન્ય વસ્તુઓ ને પણ મહેરના રૂપમાં આપી શકાય છે દુરસ્ત નથી.
   આથી દીનના નામે ચાલતી દરેક વિડીયો અને પોસ્ટો ઉલમાની પુષ્ટિ વગર દરેક જગ્યાએ શેયર કરવામાં સાવચેતી અપનાવવી જોઈએ.
[ઑનલાઇન ફતાવા દા.ઉ. દેવબંદ & બિન્નોરીયા]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)