હઝરત મુસાؐ નો જન્નતનો સાથી એક કસાઈ હોવા વિષે એક કિસ્સાની તહકીક

Ml Fayyaz Patel
0
   લોકોમાં આ કિસ્સો પણ ખૂબ જ પ્રચલિત છે કે એક વખતે હઝરત મુસાؐ એ અલ્લાહ તઆલા ને સવાલ કર્યો કે જન્નતમાં મારો સાથી કોણ હશે..? તો અલ્લાહ તઆલા એ ફરમાવ્યું કે તે એક કસાઈ હશે. એક લાંબો કિસ્સો છે જેનો ખુલાસો આ નિકળે છે કે તે પોતાની માતાની ખૂબ સેવા કરતો હતો અને ખૂબ જ આજ્ઞાકારી હતો.
શુદ્ધિકરણ :-
   આ કિસ્સો કોઈ પણ ભરોસાપાત્ર હદીષની કિતાબોમાં વર્ણવેલ મળતો નથી. માત્ર એક કિતાબ “ નુઝ્હતુ'લ્ મજાલિસ ” માં વર્ણવેલ મળે છે પરંતુ માત્ર તેમાં વર્ણવેલ હોવું પૂરતું અને માન્ય નથી. બલ્કે આ કિસ્સા વિષે હદીષના વિદ્ધાનો નો અભિપ્રાય છે કે આ એક બનાવટી કિસ્સો છે. આનું કોઈ મૂળ નથી.
   માતા-પિતા સાથે ઉપકાર તેમજ સારો વર્તાવ ખૂબ જ ઉચ્ચ કાર્ય છે. કુર્આન તેમજ હદીષોમાં અસંખ્ય ફઝિલતો વર્ણવામાં આવી છે, પરંતુ ઉપરોક્ત વર્ણવેલ કિસ્સો સાચો હોવાની પુષ્ટિ ન થવાને લીધે તેને બયાન કરવામાં સાવચેતી રાખવી જરૂરી છે.
[તન્બિહાત : ૧૪૯ & ઈસ્લાહે અગ્લાત : ૪૯૩]
--------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)