લોકોમાં પાણી ઊભા રહીને પીવા વિષે ઘણી મુંઝવણ જોવા મળે છે કે શરઈ દ્રષ્ટિએ અસલ હુકમ શું છે..?
શુદ્ધિકરણ :-
હદીષમાં બન્ને પ્રકારની વાતો જાણવા મળે છે કે અમુક હદીષમાં રસુલુલ્લાહ ﷺ એ પાણી ઊભા રહીને પીવાની મનાઈ ફરમાવી છે. “ હઝરત અનસ રદી. બયાન ફરમાવે છે કે રસુલુલ્લાહ ﷺ એ ઊભા રહીને પાણી પીવાની મનાઈ ફરમાવી છે.” [ઈબ્ને માજા : ૧૧૩૨]
જ્યારે કે બીજી અમુક હદીષો માં પાણી ઊભા રહીને પીવાનું જાઈઝ હોવું ખબર પડે છે. “ હઝરત અલી રદી. એ એક દિવસ કુફાની મસ્જીદના સહનમાં ઊભા રહીને પાણી પીધું. અને ત્યારબાદ કહ્યું કે અમુક લોકો ઊભા ઊભા પાણી પીવાને નાપસંદ કરે છે જ્યારે કે મેં રસુલુલ્લાહ ﷺ ને આ રીતે (ઊભા રહીને) પાણી પીતા જોયા છે જેવી રીતે તમે મને જોયો.” [બુખારી : ૫૬૧૫]
આ રીતે હદીષમાં બન્ને પ્રકારની હદીષો તેમજ વિરોધાભાસ જોવા મળતો હોવાને લીધે ઉલમાએ બન્ને પ્રકારની વાતો ભેગા કરી પરિણામ કાઢતા લખ્યું છે કે :
સામાન્ય પરિસ્થિતિમાં મૂળ ઈસ્લામી સભ્યતા અને સુન્નત તરીકો આ જ છે કે બેસીને પાણી પીવામાં આવે. જરૂરત વગર ઊભા રહીને પાણી પીવું મકરૂહે તન્ઝીહી કહેવાશે.હાં જો કોઈ મજબૂરી હોય દા.ત. બેસવામાં તકલીફ હોય વગેરે તો આવી પરિસ્થિતિમાં ઊભા રહીને પાણી પીવામાં કોઈ વાંધો નથી. બલ્કે મકરૂહ વગર જાઈઝ કહેવાશે.
[ઑનલાઈન ફતાવા દા.ઉ. દેવબંદ & જામિયા બિન્નોરિયા]
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59