દુનિયાના દસ જાનવરોનું જન્નતમાં દાખલ થવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે દુનિયા ના દસ જાનવર એવા છે જે જન્નતમાં પ્રવેશ કરશે.
૧) હુઝૂર ﷺ નું ઊંટ.
૨) હઝરત સાલેહؑ ની ઊંટણી.
૩) હઝરત ઈબ્રાહિમؑ નું વાછરડું.
૪) હઝરત ઈસ્માઈલؑ નું ઘેટું.
૫) હઝરત મુસાؑ ની ગાય.
૬) હઝરત યુનુસؑ ની વ્હેલ માછલી.
૭) હઝરત ઉઝૈરؑ નું ગધેડું.
૮) હઝરત સુલેમાનؑ ની કીડી.
૯) હઝરત સુલેમાનؑ નું હુદહુદ.
૧૦) અસહાબે કહફ નું કુતરું.
શુદ્ધિકરણ :-
   કોઈ પણ દુન્યવી જાનવર ના જન્નતમાં પ્રવેશ વિષે કોઈ પણ પ્રકારની હદીષથી આ વાત સાબિત નથી કે તેને આધાર બનાવી આ વાત કહેવામાં આવે કે આ દસ જાનવર જન્નતમાં પ્રવેશ કરશે.
   હાં..! અમુક ઈસરાઈલી વાતોથી આ રીતનું વર્ણન મળે છે પરંતુ તે એટલી ભરોસાપાત્ર નથી કે એને દલીલ બનાવી શકાય. કેમ કે જન્નતમાં પ્રવેશની વાત એક એવી વાત છે જે અલ્લાહ તઆલા સિવાય કોઈ જાણી નથી શકતું, તે માટે આ વાતની પુષ્ટિ માટે સ્પષ્ટ સહીહ હદીષ હોવી જરૂરી છે કે હુઝૂર ﷺ ની ઉપર વહી દ્વારા તે વાત અલ્લાહ તઆલા તરફથી બતાવવામાં આવી હોય.
   તે માટે ઉપરોક્ત વર્ણવેલ વાત નબી ﷺ તરફ સંબોધીને બયાન કરવામાં ન આવે.
[તન્બિહાત : સિ.નં. ૨૫૩]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)