ઘણા લોકોનો આક્ષેપ છે કે ઈસ્લામ જિહાદ ના રસ્તે જબરદસ્તી ફેલાવવામાં આવ્યો છે. જ્યારે કે આ આક્ષેપ બિલકુલ બિન તાર્કિક છે. આ આક્ષેપ પર થોડુંક પણ મનન કરવામાં આવે તો આ આક્ષેપનું બિન તાર્કિક હોવું સ્પષ્ટ રીતે ખબર પડી જાય છે. કેમ કે આમાં એક અશક્ય વસ્તુને શક્ય બતાવવામાં આવી છે.
આની વિગત આ છે કે ઈસ્લામ કબૂલ કરવો આ એક દિલની પ્રવૃતિનું નામ છે. એટલે કે જ્યાં સુધી દિલથી ઈસ્લામ ને માનવામાં ન આવે ત્યાં સુધી તેને ઈસ્લામ કબૂલ કરવો કહેવું જ સહીહ નથી.
હવે કલ્પના કરો કે જો આ વાત માની લેવામાં આવે કે જિહાદ દ્વારા ઈસ્લામ ફેલાવવામાં આવ્યો છે તો સવાલ આ છે કે જિહાદ દ્વાર કોઈકના શરીર ઉપર તો કબ્જો મેળવી શકાય છે પરંતુ દિલ પર નહીં. જ્યારે કે ઈસ્લામને કબૂલ કરવો તો દિલની પ્રવૃતિનું નામ છે. તો જિહાદ દ્વારા દિલ પર કબ્જો કેવી રીતે મેળવી શકાય..? અથવા દિલ પર જબરદસ્તી કેવી રીતે શક્ય છે..?
સ્પષ્ટ થયું કે ઈસ્લામ કબૂલ કરવો અને જિહાદ આ બન્ને દરમિયાન તો કોઈ જોડ (સંબંધ) જ નથી. સાથે જ આ આક્ષેપનું બિન તાર્કિક હોવું પણ સ્પષ્ટ થાય છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59