શું ઈસ્લામ વારસામાં સ્ત્રીઓને અડધો ભાગ આપે છે..?

Ml Fayyaz Patel
0
   ઘણા લોકો એવું સમજે કે ઈસ્લામી વારસામાં સ્ત્રી સાથે અન્યાય કરવામાં આવ્યો છે. અને આવું એક આયત જેમાં સ્ત્રીનો પુરુષની તુલનામાં અડધો ભાગ બતાવવામાં આવ્યો હોવાને લીધે સમજવામાં આવે છે. [સૂરહ નિસા : ૧૧]
શુદ્ધિકરણ :-
   ઈસ્લામી વારસામાં એક જગ્યાએ જે બતાવવામાં આવ્યું છે કે સ્ત્રીનો પુરુષની તુલનામાં અડધો ભાગ છે, તેનાથી એવું સમજી લેવું કે ઈસ્લામ વારસામાં પુરુષની તુલનામાં સ્ત્રીને અડધો ભાગ આપે છે સંપૂર્ણપણે સહીહ નથી.
   બલ્કે વાસ્તવિકતા આ છે કે જે અડધા ભાગની વાત કરવામાં આવી છે તે માત્ર વારસાની અમુક સૂરતોમાં છે. આના સિવાય બીજી ઘણી બધી વારસાની સૂરતો તે છે જેમાં એક સ્ત્રીને પુરુષ ના બરાબર મળે છે અને કેટલીક સૂરતોમાં પુરુષોની તુલનામાં બમણું પણ મળે છે. પરંતુ અફસોસ કે અમુક લોકો અજ્ઞાનતા માં એવું સમજી બેઠા કે ઈસ્લામ દરેક સૂરતમાં સ્ત્રીને અડધો ભાગ આપે છે જે બિલકુલ ગલત છે.
   ઈસ્લામી વારસામાં નજર કરીએ તો ખબર પડે છે કે વારસાની વિવિધ સૂરતો પૈકી માત્ર ચાર સૂરતો એવી છે જેમાં એક સ્ત્રીને પુરુષ કરતાં અડધું મળે છે. જ્યારે કે બીજી દસ સૂરતો તે છે જેમાં એક સ્ત્રીને પુરુષ કરતાં વધારે મળે છે. બલ્કે અમુક સૂરતોમાં તો પુરુષને કંઈ નથી મળતું, પરંતુ તેમાં સ્ત્રીને જરૂર મળતું હોય છે. આ સિવાય વિવિધ સૂરતો તે છે જેમાં બન્નેને સરખું મળે છે.
   તે માટે એવું સમજવું કે ઈસ્લામ વારસામાં સ્ત્રીને અડધો જ ભાગ આપે છે સહીહ નથી.
[નફાઈસુ'લ્ ફિક્હ : ૫ / ૧૯]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)