આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે જે સ્ત્રી બાળકને જન્મ આપે છે તેના માટે ૪૦ દિવસ સુધી નમાઝ પઢવી જાઈઝ નથી.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત પ્રચલિત વાત સહીહ નથી. બલ્કે સહીહ વાત આ છે કે સ્ત્રીને આવતું નિફાસનું લોહી (delivery bleeding) બંધ થતાં જ તેના ઉપર નમાઝ વગેરેનો આદેશ ફરીથી લાગુ પડી જાય છે.
આની વિગત આ છે કે બાળકને જન્મ આપ્યા બાદ શરઈ દ્રષ્ટિએ એક સ્ત્રીને વધારેમાં વધારે ૪૦ દિવસ લોહી આવી શકે છે. ત્યારબાદ આવતું લોહી નિફાસનું નહીં, બલ્કે કોઈ બિમારી ના કારણે આવતું ગણાય છે. તે માટે શરીયતે ૪૦ દિવસની મુદ્દત એક હદના રૂપમાં વર્ણવી છે.
પરંતુ જો તે પહેલા પણ બંધ થઈ જાય તો આ શક્ય છે. તેથી ૪૦ દિવસ પહેલા બંધ થવાની સૂરતમાં જ્યારથી બંધ થઈ જાય ત્યારથી તે પાક લેખાશે એટલે કે તેના ઉપર ગુસલ કરી નમાઝ વગેરે પઢવું વાજીબ થઈ જશે. ભલેને ૪૦ દિવસ પહેલા હોય.
તે માટે એવું સમજવું કે સંપૂર્ણપણે એટલે કે દરેક સૂરતમાં ૪૦ દિવસ પૂર્ણ થયા બાદ જ પાક થઈ નમાઝ પઢી શકે છે સહીહ નથી.
[ફતાવા : મુફ્તી ખાલીદ સૈફુલ્લાહ રહમાની સાહબ દા.બ.]
------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59