શું ગરુડ (ચીલ) નામી પક્ષીનું આગ લગાવવું હદીષથી સાબિત છે..?

Ml Fayyaz Patel
0
   થોડાક વર્ષો પહેલા ઑસ્ટ્રેલિયા ના જંગલમાં ભયાનક આગ લાગી હતી, ત્યારબાદ વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું હતું કે દેશમાં ચાલી રહેલી આગનું મુખ્ય કારણ “ ગરુડ ” હોઈ શકે છે. જેનું મુખ્ય કારણ આ છે કે તે પક્ષી જાણીજોઈને આગ ફેલાવવા માટે સંવેદનશીલ બને છે. અને સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થાય છે જેમાં તે પક્ષી મોઢા વડે આગ લગાવતું નજર આવે છે.
   પરંતુ આની સાથે હદીષના નામે એક વાત પણ ખૂબ પ્રચલિત કરવામાં આવી કે આ વાત આજથી ૧૪૦૦ વર્ષ પહેલા રસુલુલ્લાહ ﷺ એ કરી હતી અને તે સમયે સહાબા અચંબામાં પડી ગયા હતા.
શુદ્ધિકરણ :-
   કોઈ પણ હદીષમાં આ રીતનો કોઈ ઉલ્લેખ નથી કે નબી ﷺ એ ગરુડ ના પ્રત્યે આવી કોઈ વાત બતાવી હોય, અને સહાબા અચંબામાં પડી ગયા હોય.
   તે માટે રસુલુલ્લાહ ﷺ તરફ આવી કોઈ વાત સંબોધિત કરી બયાન અથવા શેયર કરવી જાઈઝ નથી.
   ઑસ્ટ્રેલિયા માં તેમજ બીજા દેશોના જંગલોમાં આગ કેમ લાગી..? અને કોણે લગાવી..? તેમજ શું ગરુડ વાસ્તવમાં આ રીતે આગ લગાવી શકે છે..? આ આપણો વિષય નથી માટે આ વિષે આપણે કોઈ ચર્ચા કરવાની નથી.
   તે માટે આ પ્રકારની વાતો શુદ્ધિકરણ વગર સોશિયલ મીડિયા પર શેયર કરવાથી બચવું જોઈએ.
[હદીષ કે મુખ્તસર મઝામીન : શેખ તલ્હા બિલાલ અહમદ મનિયાર હફિઝહુ'લ્લાહ]
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)