ઘણી હદીષોમાં આ વર્ણન મળે છે કે જે વ્યક્તિ દર જુમ્માના સૂરહ કહફ પઢશે તે દજ્જાલી ફિત્નાથી મહફૂઝ રહેશે. અને આ દજ્જાલી ફિત્નો તે છે જે બ્રહ્માંડનો સૌથી મોટો ફિત્નો બતાવવામાં આવ્યો છે, જેનાની દરેક નબીએ પનાહ માંગી છે.
પરંતુ અહીં દિમાગમાં એક સવાલ આ રીતનો પરિભ્રમણ કરે છે કે સૂરહ કહફ અને દજ્જાલી ફિત્ના દરમિયાન શું સંબંધ છે કે તેને પઢવાથી માણસ દજ્જાલી ફિત્નાથી મહફૂઝ રહે..? આ વિષય પર ઉલમાએ ઘણા પ્રકાશ પાડ્યા છે, તે પૈકી મૌલાના અબૂલ હસન નડવીؒ એ પણ પ્રકાશ પાડતા લગભગ ૧૪૦ પૃષ્ઠો પર આધારિત “ ઈમાન અને ભૌતિકવાદ ની લડાઈ ” ના નામે એક કિતાબ લખી છે અને સમજાવ્યું છે કે આ સૂરહનો દજ્જાલી ફિત્નાથી બચાવ સાથેનો શું સંબંધ છે..? જેનો ખુલાસો નિમ્ન રજૂ કરવામાં આવે છે.
સામૂહિક રીતે દુનિયામાં બે પ્રકારની વિચારધારા ધરાવતા લોકો વસે છે. ➊ ભૌતિકવાદી, ➋ પારલૌકિક.
➊ ભૌતિકવાદી :- એટલે કે તે લોકો જેમની નજર હમેશા ભૌતિકવાદ (અસબાબ) તરફ રહે છે, તેઓ એકેશ્વરવાદ અને સૃષ્ટિના સર્જકથી અજાણ તેમજ તેને નકારતા હોય છે.
એવા સંખ્યાબંધ લોકો છે જેમની દૃષ્ટિ આ દેખીતા અને કુદરતી અસબાબ ની ભિતર નથી જતી, બલ્કે આ જ જગત, ભૌતિક અને સંવેદન દુનિયામાં અટકીને રહી ગઈ. તેઓ સમજવા લાગ્યા કે પરિણામો હંમેશા અસબાબ થી અસ્તિત્વમાં આવી શકે છે અને અસબાબ વિના પરિણામો ની કલ્પના કરવી અશક્ય છે. અને સમગ્ર બ્રહ્માંડમાં એવું કોઈ બળ નથી કે જે અસબાબ અને પરિણામો વચ્ચે અસરકારક બની શકે.
➋ પારલૌકિક :- એટલે કે તે લોકો જેઓની નજર અસબાબ સાથે અલ્લાહ તઆલા તરફ રહે છે.
આ વિચારધારા આ યકીન અને શ્રધ્ધા પર આધારિત છે કે ભૌતિક અસબાબ પાછળ એક અદ્રશ્ય શક્તિ છે, જેના કબજામાં આ અસબાબ છે અને જેમ પરિણામો અને ફળો અસબાબ ને આધીન (તાબે) છે, તેવી જ રીતે આ અસબાબ પણ અલ્લાહના ઈરાદા અને ઈચ્છા તેમજ મરજી અને આદેશને આધીન (તાબે) છે.
આ બે પૈકી દજ્જાલનું સૌથી મોટું હથિયાર ભૌતિકવાદ છે.
બીજી તરફ સૂરહ કહફ ચાર અલગ અલગ કિસ્સઓ પર આધારિત છે પરંતુ તે ચારેયનો વિષય એક જ એટલે કે કસોટીના રૂપમાં ભૌતિકવાદ (જાહેરી અસબાબ) અને પારલૌકિક (અદ્રશ્ય વાતો પર ઈમાન) ના દરમિયાન સંઘર્ષ છે, જેની વિગત આ પ્રમાણે છે.
➊ ગુફાવાળાઓ નો કિસ્સો :- દીન (ધર્મ) ને સંબંધિત કસોટી પર આધારિત.
➋ બે બાગવાળાઓ નો કિસ્સો :- માલ (મૂડી) ને સંબંધિત કસોટી પર આધારિત.
➌ હઝરત મુસા અને હઝરત ખઝીર નો કિસ્સો :- જ્ઞાન (ઈલ્મ) ને સંબંધિત કસોટી પર આધારિત.
➍ હઝરત ઝુલકરનૈન નો કિસ્સો :- સત્તા ને સંબંધિત કસોટી પર આધારિત.
પરંતુ આ ચારેય કિસ્સાઓમાં કસોટી ના રૂપમાં વર્ણવેલ સંઘર્ષમાં પરિણામ ભૌતિકવાદ પર પારલૌકિક ના વિજય નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સંબંધ :- સ્વભાવિક છે કે દજ્જાલના હથિયારો પૈકી સૌથી મોટું હથિયાર ભૌતિકવાદ છે, અને તે જ ભૌતિકવાદ ને કેવી રીતે પરાજય આપવામાં આવે, બીજા શબ્દોમાં તેનાથી કેવી રીતે રક્ષણ મેળવવામાં આવે કે પરિણામે વિજય મળે તેનો ઉલ્લેખ આ સૂરહ કહફ માં કરવામાં આવ્યો છે કે ભલે તેને સમજ્યા વગર માત્ર તેની તીલાવત કરવામાં આવે, પરંતુ આ અલ્લાહ તઆલા નું કલામ હોવાથી તેમાં એવી તાસીર છે કે આંતરિક રીતે તેના દિલ પર એવો અસર પડશે કે તે સ્વયં ભૌતિકવાદ (દજ્જાલી ફિત્ના) થી રક્ષણ પામશે.
----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59