“ મુશ્કિલ કુશા ” નો મતલબ અને હુકમ

Ml Fayyaz Patel
0
   આજકાલ ઘણા લોકો હુઝૂર ﷺ અને હઝરત અલી રદીયલ્લાહુ અન્હૂ પ્રત્યે “ મુશ્કિલ કુશા ” હોવાનો અકીદો ધરાવે છે. તેથી નીચે તેનો મતલબ અને શરઈ હુકમ જાણી લઈએ.
▣ “ મુશ્કિલ કુશા ” નો અર્થ :-
   “ મુશ્કિલ કુશા ” નો શાબ્દિક અર્થ મુશ્કેલ મસાઈલને હલ કરનાર થાય છે. અને પરિભાષિત રીતે કોઈના પ્રત્યે “ મુશ્કિલ કુશા ” નો અકીદો ધરાવવાનો મતલબ આ હોય છે કે તે વ્યક્તિ દરેક સમયે મુશ્કેલીમાં આપણી મદદ કરી શકે છે અને આપણી મુશ્કેલીઓ દૂર કરી શકે છે. તેમજ અસબાબ થી ઉઠીને મદદ કરવા ઉપર કુદરત ધરાવતા હોય છે.
▣ “ મુશ્કિલ કુશા ” નો શરઈ હુકમ :-
   કુર્આન અને હદીષની રોશનીમાં “ મુશ્કિલ કુશા ” ફક્ત અને ફક્ત અલ્લાહ તઆલા જ છે. કેમ કે તે જ ફક્ત સર્વશક્તિમાન છે તેના સિવાય દુનિયામાં ન તો કોઈ ગૈબી મદદ કરી શકે છે અને ન અસબાબ થી ઉઠીને કોઈની મદદ કરવા પર કુદરત ધરાવે છે. હાં..! અસબાબ ના હેઠળ કોઈ વ્યક્તિ અન્યની મદદ કરી શકે છે. પરંતુ આને મુશ્કિલ કુશા ન કહેવાય. કેમ કે હવે “ મુશ્કેલ કુશા ” નો શબ્દ શાબ્દિક અર્થથી હટીને પરિભાષિત અર્થમાં બોલાય છે અથવા દરેક તેનો પરિભાષિત અર્થ જ મુરાદ લે છે.
   તેથી અલ્લાહ તઆલા સિવાય હુઝૂર ﷺ અને હઝરત અલી રદીયલ્લાહુ અન્હૂ વિષે “ મુશ્કિલ કુશા ” નો અકીદો રાખવો જાઈઝ નથી, બલ્કે શિર્ક કહેવાશે.
નોંધ :- હઝરત અલી રદીયલ્લાહુ અન્હૂ વિષે આ જે પ્રચલિત છે કે “ મુશ્કિલ કુશા ” તેમનો લકબ હતો સહીહ છે, પરંતુ આ લકબ શાબ્દિક અર્થમાં હતો. એટલે કે તેઓ પોતાના યુગમાં ઘણા મુશ્કેલ મસાઈલનો અસબાબ ના દાયરામાં રહીને ઉકેલ લાવતા હતા તેથી તે સમયે તેમને શાબ્દિક અર્થમાં મુશ્કિલ કુશા કહેવામાં આવતા હતા.
   પરંતુ હવે તો તેઓ જીવિત પણ નથી કે અસબાબ ના દાયરામાં કોઈ મુશ્કેલ મામલાનો ઉકેલ લાવે. તદુપરાંત એક ખાસ સમૂહ (શિયા) હવે તેમના પ્રત્યે પરિભાષિત અર્થમાં “ મુશ્કિલ કુશા ” હોવાનો અકીદો ધરાવે છે.
   તેથી તેમના પ્રત્યે “ મુશ્કિલ કુશા ” નો શબ્દપ્રયોગ કરવામાં સાવચેતી અપનાવવી જરૂરી છે. અને એટલા માટે પણ કે સામાન્ય લોકોમાં શાબ્દિક અને પરિભાષિત અર્થનો ફરક ન હોવાથી તેઓ શિર્ક જેવા એક ગલત અકીદાનો ભોગ બની જશે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)