અમુક લોકોનું માનવું છે કે અલ્લાહ તઆલા ને ઉપરવાળો કહેવું સહીહ નથી. કેમ કે અલ્લાહ તઆલા ને ઉપરવાળો કહેવું તેના માટે એક દિશા નક્કી કરવી છે જ્યારે કે અલ્લાહ તઆલા માટે કોઈ એક દિશા નક્કી કરવી કુફ્ર છે.
શુદ્ધિકરણ :-
યાદ રહે કે અલ્લાહ તઆલા ની જાત દિશા, જગ્યા તથા સ્થાન થી મુક્ત છે. એટલે કે તેને કોઈ ખાસ દિશા કે સ્થાન સાથે નિશ્ચિત માનવું જાઈઝ નથી. લોકો દ્વારા બોલવામાં આવતો શબ્દ કે “ ઉપરવાળો ” ના બે મતલબ નીકળે છે.
(૧) તે વ્યક્તિ અલ્લાહ તઆલા ને કોઈ જગ્યા કે દિશા સાથે નિશ્ચિત માનીને બોલે. એટલે કે અલ્લાહ તઆલા ઉપર છે મતલબ તે સિવાયની બીજી કોઈ જગ્યાએ ઉપસ્થિત નથી.
(૨) તે વ્યક્તિ અલ્લાહ તઆલા ને કોઈ દિશા કે જગ્યા સાથે નિશ્ચિત નથી માનતો. એટલે કે અલ્લાહ તઆલા ઉપર છે મતલબ અલ્લાહ તઆલા દરેક જગ્યાએ મોજૂદ છે અલબત્ત ઉચ્ચાર માં માત્ર એક દિશા બોલે છે.
➤ હુકમ :- જો કોઈ વ્યક્તિ પહેલા મતલબ ની માન્યતા હેઠળ “ ઉપરવાળો ” બોલે છે તો આ જાઈઝ નથી. પરંતુ જો કોઈ વ્યક્તિ બીજા મતલબની માન્યતા હેઠળ અલ્લાહ તઆલા માટે “ ઉપરવાળો ” શબ્દનો ઉચ્ચાર કરે છે તો આ બિલકુલ જાઈઝ છે આમાં કોઈ વાંધો નથી.
કેમ કે કુર્આન મજીદમાં પોતે અલ્લાહ તઆલા એ પોતાને વિવિધ દિશાઓ અને જગ્યાઓ તરફ સંબોધીને આ રીતનો ઉચ્ચાર કર્યો છે કે અલ્લાહ આસમાન માં છે, બીજી જગ્યાએ ફરમાવે છે કે તે અર્શ પર છે, અથવા તે સિવાય ફરમાવે છે કે તે દરેક જગ્યા અને દિશામાં છે.
તે માટે અલ્લાહ તઆલા માટે “ ઉપરવાળો ” શબ્દનો ઉચ્ચાર જાઈઝ છે. અને સંબોધનમાં લોકોની મુરાદ માત્ર ઉચ્ચાર સુધી જ સિમિત હોય છે તેમજ અલ્લાહ તઆલા ની જાત તરફ ઈશારો મુરાદ હોય છે, દિશા કે જગ્યા નિશ્ચિત કરવી મુરાદ નથી હોતી.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59