આજકાલ લોકોમાં વધુ પડતી આ વાત ખૂબ જ જોવા મળે છે કે અમુક લોકો કાયદેસર દરેક શરઈ આદેશ ની હિકમત જાણવાની કોશિશ કરતા નજર આવે છે, અને આ કોશિશ માત્ર અહીં સુધી સીમીત નથી રહેતી બલ્કે અહીં સુધી પહોંચી જાય છે કે જો કોઈ શરઈ આદેશ ની હિકમત ન જાણી શકાય અથવા સમજમાં ન આવતી હોય તો અમલ તો દૂરની વાત તે શરઈ આદેશનો જ ઈનકાર કરી દેવામાં આવે છે.
વિશ્લેષણ :-
અલ્લાહ તઆલા પોતાની હિકમત અને યુક્તિથી આખી દુનિયાનો નિઝામ ચલાવી રહ્યા છે, અને આપણે એવું ચાહીએ છીએ કે આપણું આ નાનું અમથું દિમાગ બધી જ હિકમતો અને યુક્તિઓ જાણી લે, જ્યારે કે આટલી તરક્કીવારા યુગમાં પણ વિજ્ઞાન (સાયન્સ) હજુ આટલા નાના દિમાગ વિષે પૂરેપૂરી માહિતી નથી મેળવી શકી અને કહે છે કે આ દિમાગના વધુ પડતા હિસ્સા વિષે હજુય આ જાણકારી નથી મળતી કે તેનું કામ શું છે..? અને આપણે આ નાના દિમાગ દ્વારા બધું જ જાણી લેવા માંગીએ છીએ કે આ હરામ કેમ છે..? પેલું હલાલ કેમ છે..? ફલાણું ના જાઈઝ કેમ છે..? વગેરે.
આ વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે જ્યાં આપણું દિમાગ કામ નથી કરતું ત્યાંથી વહીની શરૂઆત થાય છે, તો પછી જે આદેશો વહી દ્વારા આપણને મળ્યા હોય તેને માત્ર એટલા માટે છોડી દેવા કે તેની હિકમત અને કારણ સમજમાં નથી આવતું તો આ એક મૂર્ખાઈ નહીં તો બીજું શું હોય..? કેમ કે વહીની જરૂરત જ એટલા માટે તો પડી હતી કે ત્યાં અક્કલ અને કારણ કામ ન આપતું હતું.
તે માટે શરઈ આદેશો ના કારણો અથવા હિકમતો સમજમાં આવે કે ન આવે દરેક સૂરતમાં તેની પેરવી કરવી જરૂરી છે, આ વસ્તુથી દિમાગ બિલકુલ સાફ રાખવું જોઈએ કે દરેક આદેશની હિકમત સમજમાં આવી જાય એ જરૂરી છે.
[ઈસલામ ઔર દૌરે હાજીર કે શુબહાત : ૧૪૨]
----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59