કુર્આનમાં સૂરહ માઈદહ્ આયત : ૬ મુજબ વુઝૂમાં મોઢું, હાથ, પગ ધોવાનો અને માથા પર મસહનો હુકમ છે. તો વુઝૂમાં માત્ર આ જ અવયવો ને ધોવાની વિશિષ્ટતા શું છે..? શું હિકમત છે..? તે નીચે જાણીએ.
વિશ્લેષણ :-
સૌપ્રથમ આ વાત જાણી લેવામાં આવે કે વુઝૂ નમાઝ માટે હોય છે. અને નમાઝ આંતરિક (આધ્યાત્મિક, રૂહાની) સફાઈ માટે છે. તેમજ આંતરિક સફાઈ પર જાહેરી (શારિરીક, શરીરને લગતી) સફાઈ નો અસર જરૂર પડતો હોય છે.
વુઝૂમાં જે અવયવોને ધોવાનો આદેશ આપવામાં આવ્યો છે, તે અવયવો વધારે પડતા ખુલ્લા રહેનારા અવયવો છે કે અન્ય અવયવોની તુલનામાં તે અવયવો ઉપર વધારે પડતી ગંદકી, મેલ વગેરે લાગતો રહે છે. આથી નમાઝ પહેલા વુઝૂના રૂપમાં તે અવયવો ધોવાનો આદેશ આપ્યો કે જાહેરી અવયવોની સફાઈ નો અસર આંતરિક અવયવ દિલ ઉપર પડે જેથી નમાઝ નો મકસદ (આંતરિક સફાઈ) સંપૂર્ણપણે હાસિલ થઈ જાય.
આ હિકમતના હેઠળ વુઝૂના રૂપમાં ખાસ અવયવોને ધોવાનો આદેશ આપવામાં આવ્યો છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59