હઝરત અય્યુબؑ ની બિમારી વિષે એક બેબુનિયાદ વાતની વાસ્તવિક્તા

Ml Fayyaz Patel
0
   લોકોમાં હઝરત અય્યુબؑ ની બિમારીને લઈને આ વાત ખૂબ જ પ્રચલિત છે કે હઝરત અય્યુબؑ ને એવી બિમારી થઈ હતી કે તેઓના આખા બદનમાં ફોલ્લા નિકળી આવ્યા હતા, જેમાં કીડા પણ પડ્યા હતા, અને જો કીડા નીચે પડી જતા તો હઝરત અય્યુબؑ તેને ઉઠાવી ફરી જખમ (ફોલ્લા) પર મૂકી દેતા હતા.
શુદ્ધિકરણ :-
   આ વિષે સૌથી પહેલા આ વાત જાણી લેવી જોઈએ કે વાસ્તવમાં હઝરત અય્યુબؑ ને અલ્લાહ તઆલા એ પરીક્ષાના તોર પર બિમારી આપી હતી જેનો ઉલ્લેખ કુર્આનમાં પણ આ રીતે છે કે :
وَاَیُّوۡبَ اِذۡ نَادٰی رَبَّهٗٓ اَنِّیۡ مَسَّنِیَ الضُّرُّ وَاَنۡتَ اَرۡحَمُ الرّٰحِمِیۡنَ.
[સૂરહ અમ્બિયા : ૩૮]
તર્જુમો :- અને અય્યુબؑ ની પરીસ્થિતિને યાદ કરો જ્યારે તેમણે પોતાના પાલનહારને પોકાર્યા કે (હે અલ્લાહ) મને એક બિમારી લાગી છે અને તમે સૌથી વધારે કૃપાળુ છો.
   પરંતુ કઈ બિમારી હતી..? તો આ વિષે કુર્આન પણ ખામોશ છે અને સહીહ હદીષમાં પણ આ વિષે કોઈ જ ઉલ્લેખ નથી, અને લોકોમાં જે ફોલ્લા અને કીડા વિષે વાતો પ્રચલિત છે તે બધી જ વાતોનું શુદ્ધિકરણ કરનાર ઉલમાએ ઈનકાર કર્યો છે, કેમ કે એક એવી બિમારીને નબીઓ તરફ સંબોધિત કરવી જે બિમારીથી લોકો નફરત કરે નબીઓની શાન અને મર્યાદાની વિરુદ્ધ છે.
   તે માટે હઝરત અય્યુબؑ તરફ ઉપરોક્ત વર્ણવેલ પ્રચલિત બિમારીને સંબોધવી જાઈઝ નથી.
[ફતાવા દા.ઉ.વક્ફ દેવબંદ : ૧ / ૨૦૩]
-----------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)