આજકાલ આ વસ્તુ ખૂબ જોવામાં આવે છે કે પુરુષો પણ હાથ અથવા પગમાં મહેંદી લગાવે છે.
શુદ્ધિકરણ :-
પુરૂષો માટે હાથ અને પગમાં મહેંદી લગાવવી જાઈઝ નથી. કેમ કે મહેંદી સ્ત્રીઓ માટે શણગાર છે. પુરુષો ના લગાવવાથી દરઅસલ તેઓનું સ્ત્રીઓ સાથે સામ્યતાને પાત્ર છે. અને હદીષમાં એકબીજા ની સામ્યતા અપનાવવાની મનાઈ કરવામાં આવી છે.
قوله ( خضاب شعره ولحيته ) لا يديه ورجليه فإنه مكروه للتشبه بالنساء ". [فتاوی شامی : 6 / 422]
ولا ينبغي أن يخضب يدي الصبي الذكر ورجله إلا عند الحاجة ويجوز ذلك للنساء كذا في الينابيع ". [فتاوی الهندية : 5 / 359]
હાં..! ઈલાજ અને સારવાર માટે હોય, જેમ કે પગના તળિયે ઠંડક હાસિલ કરવા માટે લગાવવામાં આવે છે. તો આ જાઈઝ છે.
સારાંશ કે પુરુષો એ જોઈએ કે તેઓ કોઈ શરઈ કારણ વગર હાથ પગમાં મહેંદી લગાવવાથી બચે.
[મહ્મુદુ'લ્ ફતાવા : ૧ / ૪૪૭]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59