લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે જનાઝાની નમાઝમાં છેલ્લી સફમાં નમાઝ પઢવામાં ષ઼વાબ વધારે મળે છે, આના લીધે ઘણી વખત જનાઝાની નમાઝ માટે સફ બનાવવામાં ઘણી મુશ્કેલી થાય છે.
શુદ્ધિકરણ :-
લોકોમાં પ્રચલિત ઉપરોક્ત વાત કે જનાઝાની નમાઝમાં છેલ્લી સફમાં ષ઼વાબ વધારે મળે છે બિલકુલ બેબુનિયાદ છે, આવી કોઈ પણ વાત હદીષથી સાબિત નથી.
હાં ! અલબત્ત મસાઈલની કિતાબોમાં માત્ર આટલી વાત લખેલી મળે છે કે જનાઝાની નમાઝમાં છેલ્લી સફ શ્રેષ્ઠ છે, કેમ કે છેલ્લી સફમાં આજીજી નો દેખાવ વધારે છે, અને મય્યિતના હકમાં ભલામણ અને સિફારીસ ના વધારે લાયક છે. પરંતુ ષ઼વાબ નો કોઈ ઉલ્લેખ નથી મળતો.
☜ أفضــل صـفوفـها آخــرها اظـهارا للتــواضــع. [الــدر المــخــتار، ۰۲۱]
તે માટે એવું સમજવું કે છેલ્લી સફમાં ષ઼વાબ વધારે છે દુરસ્ત નથી.
[ગેર મોઅ્તબર રિવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૫ / ૩૬૨]
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59