લોકોમાં આ વસ્તુ પણ ખૂબ જોવા મળે છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કામ કરે છે તો તે કામ પર ભરોસો અપાવવા માટે આ રીતે વાક્ય બોલવામાં આવે છે કે “ હું અલ્લાહ અને તેના રસૂલ ને ગવાહ બનાવું છું ”
શુદ્ધિકરણ :-
કોઈ બાબત અથવા કરાર માં માત્ર અલ્લાહ તઆલા ને ગવાહ બનાવતા આમ કહેવું તો સહીહ છે કે “ હું અલ્લાહ ને ગવાહ બનાવું છું ” કેમ કે અલ્લાહ દરેક જગ્યાએ મોજૂદ અને દરેક વસ્તુથી વાકેફ હોય છે.
પરંતુ તેમની સાથે રસૂલ ને પણ ગવાહ બનાવતા એમ કહેવું કે “ હું રસૂલ ને ગવાહ બનાવું છું ” સહીહ નથી. કેમ કે રસુલુલ્લાહ ﷺ ના તો દરેક જગ્યાએ હાજર હોય છે, અને ના તેઓ ગૈબી વાતોના જાણકાર હોય છે. આ બન્ને વિશિષ્ટતા માત્ર અલ્લાહ તઆલા સાથે ખાસ છે. ફિક્હ-એ હનફીની તમામના નજદીક મકબૂલ કિતાબ દુર્રે મુખ્તાર માં આ બાબત લખ્યું છે કે :
تَزَوَّجَ بِشَهَادَةِ اللهِ وَرَسُولِهِ لَمْ يَجُزْ، بَلْ قِيلَ : يَكْفُرُ.
[كتاب النكاح]
અલ્લાહ અને તેમના રસૂલ ને ગવાહ બનાવી નિકાહ કરવા જાઈઝ નથી. બલ્કે એક મંતવ્ય કાફિર બની જવાનો પણ દર્શાવવામાં આવ્યો છે.
એવી જ રીતે બીજી એક તમામના નજદીક ભરોસાપાત્ર કિતાબમાં લખ્યું છે કે :
وفي «الْخَانِيَّةِ» وَ«الْخُلَاصَةِ»: لو تَزَوَّجَ بِشَهَادَةِ اللهِ وَرَسُولِهِ لَا يَنْعَقِدُ، وَيَكْفُرُ؛ لِاعْتِقَادِهِ أَنَّ النبي ﷺ يَعْلَمُ الْغَيْبَ. [البحر الرائق شرح كنز الدقائق : كتاب النكاح]
જો અલ્લાહ અને તેના રસૂલને ગવાહ બનાવી નિકાહ પઢવામાં આવે તો આ નિકાહ જ દુરસ્ત નથી, બલ્કે તે વ્યક્તિ કાફિર થઈ જશે. કેમ કે તેણે નબી ﷺ ના પ્રત્યે ગૈબી વાતોના જાણકાર હોવાનો અકીદો રાખ્યો છે.
તે માટે કોઈ બાબત અલ્લાહ તઆલા ની સાથે રસૂલ ﷺ ને ગવાહ બનાવવા જાઈઝ નથી, બલ્કે ઈમાન ચાલ્યા જવાનો ભય છે તેથી આ રીતના વાક્યથી બચવું જોઈએ.
[ઈસ્લાહે અગલાત : સિ. ૧૪૪૨]
---------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59