હદીષો બયાન કરવા બાબત એક અગત્યની વાત

Ml Fayyaz Patel
0
   ઘણા લોકો સોશિયલ મીડિયા પર દીનને સંબંધિત પોસ્ટ જોતાં જ આંખો બંધ કરી આડેધડ શેયર કરતા હોય છે. જ્યારે કે તેઓ આની ખાતરી પણ નથી કરતા કે આ હદીષ પણ છે કે નહીં..? આ વિષે ઉલમાએ ઘણી ખતરનાક અગત્યની વાત લખી છે જે નીચે મુજબ છે.
વિશ્લેષણ :-
   મુલ્લા અલી કારીؒ એ હાફિઝ ઈબ્ને ઈરાકી રહ. થી આ વાત બયાન કરી છે કે :
          “ જો કોઈ વ્યક્તિ સહીહ અથવા ગલત ની પરખ વગર કોઈ હદીષ બયાન (શેયર) કરે છે, તો તેને ગુન્હો લાગુ પડશે. ભલે તેની બયાન કરેલ હદીષ સંયોગથી (ઈત્તિફાકથી, By coincidence) સહીહ પણ હોય.”
ثم أنهم ينقلون حديث رسول اللّٰه ﷺ من غير معرفة بالصحيح والسقيم، قال : وإن إتفق أنه نقل حديثاً صحيحاً كان آثما في ذالك. لأنه ينقل ما لا علم له به. [الاسرار المرفوعة : ٤٧؃]
   આનાથી ખબર પડે છે કે આજના સોશિયલ મીડિયાના યુગમાં હદીષો બયાન કરવા બાબત કેટલી સાવચેતી અપનાવવી જરૂરી છે.
[મવઝૂઅ્ અહાદીષ સે બચીએ : ૯૩]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)