આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે ૧૪૪૫ માં જ્યારે જર્મની એ પ્રિન્ટીંગ મશીન ની શોધ કરી હતી ત્યારે ખિલાફતે ઉસ્માનીયા નો દોર હતો. અને ત્યારના ઉલમાએ પ્રિન્ટીંગ મશીન દ્વારા કુર્આન તથા ઈસ્લામી કિતાબો છાપવા વિષે હરામ નો ફતવો આપ્યો હતો.
શુદ્ધિકરણ :-
આ તે વાત છે જેના લીધે આજે પણ ઉલમા ને આનો ટાણો મારવામાં આવે છે તથા આ ફતવાની ખૂબ જ આલોચના કરવામાં આવે છે. જાણે આ જ ફતવા ને લીધે આજ સુધી ઉમ્મતે મુસ્લીમા પ્રગતિ નથી કરી શકી અને તેના જ લીધે મુસલમાનો માં પડતી આવી હોય એ રીતે આ મુદ્દાને ઉઠાવવામાં આવે છે.
પરંતુ આ એક પાયાવિહોણી વાત છે, આમાં કોઈ સચ્ચાઈ નથી. ઐતિહાસિક સંદર્ભમાં આની કોઈ જ પૃષ્ટિ નથી. બલ્કે આ વાતનો સૌપ્રથમ ઉલ્લેખ ફ્રેન્ચ ફ્રાન્સિસકન પાદરી આન્દ્રે તુટ (૧૫૦૨ - ૯૦) દ્વારા હવાલા વગર કરવામાં આવ્યો હતો. અને આ પાયાવિહોણી વાતને જો સાચી માની પણ લેવામાં આવે તો પણ આન્દ્રે તુટ ના ઉલ્લેખમાં પ્રેસ દ્વારા છપાયેલા પુસ્તકોના ઉપયોગ પર પ્રતિબંધ ની વાત કરવામાં આવી છે, પુસ્તકો છાપવા પર નહીં. તેમજ અરબી, ફારસી અને તુર્કી ભાષામાં તે સમય સુધી કોઈ જ કિતાબ છાપવામાં આવી પણ ન હતી કે તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવે.
ઐતિહાસિક હકીકત તો આ છે કે પ્રિન્ટીંગ દ્વારા ૧૫૧૪ માં પ્રથમ અરબી પુસ્તક પ્રકાશિત થઈ ગયું હતું. જો હરામ નો ફતવો હોત તો આ કિતાબ કઈ રીતે છાપવામાં આવી હશે..? તેનાથી વિપરીત, કાઉન્ટ લુઇગી ફર્નાન્ડો માર્સિગ્લી (૧૬૮૫ - ૧૭૩૦), જે તુર્કો સાથે ગાઢ સંબંધ ધરાવતો હતો, તેણે આ હરામ ના ફતવા વિષેના દાવાને રદ્દ કરતા લખ્યું છે કે “ આ સાચું છે કે તુર્કો તેમના પુસ્તકો છાપતા નથી, પરંતુ આનું કારણ એવું નથી, જેમ કે માનવામાં આવે છે કે છાપવું હરામ છે.”
સારાંશ કે ખિલાફતે ઉસ્માનીયા માં પ્રિન્ટીંગ મશીન દ્વારા કિતાબ છાપવા વિષે હરામ હોવાનો ફતવો આપવામાં આવ્યો હતો, આ એક જુઠી પાયાવિહોણી વાત છે. જેનું કારણ કદાચ મુસલમાનો ને ઉલમા તથા ફતવા થી નફરત પેદા કરવી હોય શકે છે કે મુસલમાનો અરાજકતા ના શિકાર બની રહે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59