આ હદીષ પણ લોકોમાં ખૂબ જ પ્રચલિત છે કે " રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે હું આ પરિસ્થિતિમાં હોઉં કે મારા માતા પિતા પૈકી કોઈ જીવિત હોય અને હું ઈંશાની નમાઝ પઢતો હોઉ, અને સૂરહ ફાતિહા પઢી લીધી હોય, આ દરમિયાન મારી માતા મને કહે કે હે મુહમ્મદ ! તો હું તેમના જવાબમાં (નમાઝ તોડીને) હાજર થઈ જાઉં.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત પ્રચલિત વાત હદીષની કિતાબોમાં મૌજુદ તો છે પરંતુ આ હદીષની સનદમાં મૌજુદ અબૂ ખલફ યાસીન બિન મુઆઝ ઝય્યાતؒ નામી એક રાવી (બયાન કરનાર) ના લીધે આ હદીષને હાફિઝ ઈબ્ને જવઝીؒ , હાફિઝ ઝહબીؒ, અલ્લામા શવકાનીؒ જેવા મુહદ્દીષીને મનઘડત બતાવી છે.
તેમજ અમુક ઉલમાએ આ હદીષ પર ઘણી જ વધારે કમજોર હોવાનો હુકમ પણ લગાવ્યો છે, જેને લીધે આ હદીષને ફઝાઈલમાં પણ બયાન ન કરી શકાય.
તે માટે ઉપરોક્ત હદીષને બયાન તેમજ શેયર કરવામાં સાવચેત રહેવું જોઈએ.
[ગેર મોઅ્તબર રિવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૧ / ૧૪૦]
----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59