હદીષમાં આવે છે કે સંગીત, મ્યુઝિક વગેરે માનવ દિલોમાં નિફાક (દંભીપણું) પેદા કરે છે. [મિશ્કાત : ૪૮૧૦] તો આ કેવી રીતે હોય છે..?
શુદ્ધિકરણ :-
સૌપ્રથમ આ વાત સમજી લેવામાં આવે કે નિકાક પેદા કરવાનો (મુનાફિક બનાવવાનો) શું મતલબ છે. આ હદીષમાં જે નિફાક (મુનાફિક બનવાનો) ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનાથી મુરાદ પરિભાષિત મુનાફિક મુરાદ નથી કે અંદરથી કાફિર હોય, અને બહાર થી મુસલમાન હોવાનો ઢોંગ કરે. બલ્કે હદીષમાં નિફાક (મુનાફિક) નો જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે તેનાથી તેનો શાબ્દિક અર્થ મુરાદ છે. એટલે તેની તબિયત એવી બની જાય છે કે અંદરથી ગુનેગાર હોય છે, અને જાહેરમાં દીનદાર હોવાનો દેખાવ કરે.
❖ નિફાક કેવી રીતે પેદા થાય છે..?
દરઅસલ મ્યુઝિક એક એવી વસ્તુ છે જેના દ્વારા માણસ એકદમ મસ્ત થઈ જાય છે. જેમાં તે પોતાની બુદ્ધિ અને ચેતના (શુઉર, એહસાસ, અનુભૂતિ) ગુમાવી બેસે છે. તેમાં મશ્ગૂલી માણસમાં એટલી હદે બેદરકારી પેદા કરે છે કે ઈબાદત કરવાની ઈચ્છા અને શોખ ખતમ થઈ જાય છે.
એક તરફ તો ઈસ્લામ નફસાની ખ્વાહિશોની પેરવી કરવાની મનાઈ કરે છે, આબરૂ તથા પાકદામન રહેવાનો આદેશ આપે છે, જાતીય લાગણીઓ પર કાબૂ કરવાનો આદેશ આપે છે, દરેક પ્રકારના વ્યભિચાર ની મનાઈ ફરમાવે છે. જ્યારે બીજી તરફ મ્યુઝિક અને સંગીત નફસાની ખ્વાહિશો ની પેરવી કરવા માટે આમંત્રિત કરે છે, શરીરમાં ઉત્તેજના પેદા કરે છે, લાગણીઓ અને વાસનાઓને ઉશ્કેરે છે, આત્માને વ્યભિચાર અને અનૈતિકતા તરફ આકર્ષિત કરે છે.
પરિણામે માણસ લોકોને દેખાડવા માટે દીનદાર બનવાનો ઢોંગ કરે છે, અને અંદરથી બિલકુલ શરીયતના વિરુદ્ધ કામોમાં વ્યસ્ત થઈ જાય છે. અને આને જ તો નિફાક (મુનાફિક બનવું) કહેવાય છે. એટલે જ નબી ﷺ એ ફરમાવ્યું છે કે મ્યુઝિક માણસના દિલમાં નિફાક પેદા કરે છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59