લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે “ રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે જે વ્યક્તિ જુમ્મા ની નમાઝ બાદ ૧૦૦ વખત સુબ્હાનલ્લાહિ'લ્ અઝીમ વ'બિહમ્દીહિ પઢશે તેના એક લાખ અને તેના માં બાપ ના ચોવીસ હજાર ગુનાહ માફ કરવામાં આવશે.
શુદ્ધિકરણ :-
આ વાત હદીષની વિવિધ કિતાબોમાં વર્ણવેલ તો મળે છે, પરંતુ હદીષના વિદ્ધાનો એ આ હદીષને માત્ર કમજોર નહીં બલ્કે સખત કમજોર બતાવી છે.
અને કોઈ વાતને રસુલુલ્લાહ ﷺ તરફ નિસ્બત કરીને બયાન કરવા માટે કમસેકમ તેનું માત્ર કમજોર હોવું તો માન્ય છે. પરંતુ સખત કમજોર સનદ વાળી વાતને રસુલુલ્લાહ ﷺ તરફ નિસ્બત કરીને બયાન કરવું ઉલમાએ નાજાઈઝ બતાવ્યું છે.
તે માટે ઉપરોક્ત વર્ણવેલ વાતને રસુલુલ્લાહ ﷺ તરફ નિસ્બત કરીને બયાન કરવામાં સાવચેતી અપનાવવી જરૂરી છે.
[તન્બિહાત : નંબર ૧૫૫]
----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59