શું અત્યારે પણ ચાર નબીઓ જીવીત છે..?

Ml Fayyaz Patel
0
   લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે અત્યારે પણ ચાર નબીઓ જીવીત છે. તે પૈકી બે આસમાન પર છે. હઝરત ઈસા અને હઝરત ઈદ્દીસ અલયહુમ'સ્ સલામ, જ્યારે કે બીજા બે દુનિયામાં જીવીત છે. હઝરત ઈલયાસ અને હઝરત ખઝિર અલયહુમ'સ્ સલામ.
શુદ્ધિકરણ :-
   કુર્આન શરીફની વિવિધ આયતો અને હદીષો દ્વારા આ વાત તો સ્પષ્ટપણે સાબિત છે કે હઝરત ઈસાؑ આસમાન માં જીવીત છે અને કયામતના નજીક દુનિયામાં તશરીફ લાવશે.
   પરંતુ હઝરત ઈદ્દીસ અને હઝરત ઈલયાસ અલયહુમ'સ્ સલામ ના જીવીત હોવા વિષે કોઈ ભરોસાપાત્ર દલીલ મોજૂદ નથી. અમુક ઈસરાઈલી રિવાયતો માં આ બન્ને વિષે જીવીત હોવાનો ઉલ્લેખ મળે છે પરંતુ તે એવો સંદર્ભ છે જેની ઉપર ભરોસો ન કરી શકાય. એવી જ રીતે હઝરત ખઝિરؑ ની હાલત અલ્લાહ તઆલા એ આપણા થી છુપાવી છે. અલ્લાહ તઆલા ને જ ખબર છે કે તેઓ ક્યાં છે અને કેવી પરિસ્થિતિમાં છે.
   તે માટે જે વસ્તુ કુર્આન તથા હદીષથી સ્પષ્ટપણે સાબિત છે તેનું યકીન રાખવું જોઈએ. અને જે વસ્તુઓ નો કોઈ ભરોસાપાત્ર સબૂત તથા દલીલ ન હોય તેને ચર્ચાનો વિષય ન બનાવવો જોઈએ. કેમ કે આપણને આ લોકોની તહકીક ના પાબંદ બનાવવામાં નથી આવ્યા અને ન કયામત ના દિવસે તેઓ વિષે સવાલ પુછવામાં આવશે.
[ઈરશાદુ'સ્ સાઈલીન : ૧ / ૧૭૬]
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)