સલામ પહોંચાડનાર ને જવાબ આપવાની રીત

Ml Fayyaz Patel
0
   આપણે જ્યારે કોઈ ગાયબ વ્યક્તિને સલામ પહેંચાડીએ છીએ ત્યારે તે ગાયબ વ્યક્તિ માટે મુસ્તહબ છે કે તે જેણે સલામ મોકલી છે તેની સાથે સાથે પહોંચાડનાર ને પણ સલામ ના જવાબમાં શામેલ કરે અને નિમ્ન પ્રમાણે જવાબ આપવામાં આવે.
❍ એક વચનમાં :
☜ وَعَلَیْكَ وَعَلَيْهِ السَّلَامُ وَرَحْمَةُ اللهِ وَبَرَکَاتُهٗ.
વઅલક વ'અલયહિસ્ સલામુ વરહ્મતુલ્લાહી વબરકાતુહૂ.
❍ અથવા બહુ વચનમાં :
☜ وَعَلَیْکُمْ وَعَلَيْهِمُ السَّلَامُ وَرَحْمَةُ اللهِ وَبَرَکَاتُهٗ.
વઅલકૂમ્ વ'અલયહિમુસ્ સલામુ વરહ્મતુલ્લાહી વબરકાતુહૂ.
   હદીષમાં આવે છે કે જ્યારે રસુલુલ્લાહ ﷺ એ હઝરત આઈશાؓ ને હઝરત જીબ્રઈલ ના સલામ પહોંચાડ્યા તો હઝરત આઈશાؓ એ ઉપરોક્ત બતાવ્યા મુજબ જવાબ આપ્યો હતો.
قَالَ رَسُوْلُ اللّٰهِ ﷺ یَا عَائِشَةُ ! ھٰذَا جِبْرِیْلُؑ وَھُوَ یَقْرَأُ عَلَیْكَ السَّلَامَ، فَقُلْتُ : عَلَیْكَ وَعَلَیْهِ السَّلَامُ وَرَحْمَةُ اللّٰهِ وَبَرَکَاتُهٗ، تَرَی مَا لَا نَرٰی یَا رَسُوْلَ اللّٰهِ. [مسند أحمد : ١١٤٤٠]
   તે માટે સલામતીની દુવા આપવામાં સલામ મોકલનારની સાથે સાથે સલામ પહોંચાડનાર ને પણ શામિલ કરી લેવો જોઈએે.
[મુસ્તફાદ : ઈસ્લાહે અગ્લાટ : સિ.નં. ૩૩૭]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)