જુબાન વડે નિય્યત કરવા વિષે

Ml Fayyaz Patel
0
   ઘણા લોકોમાં જુબાન વડે નિય્યત કરવા વિષે ઘણી મુંઝવણ જોવા મળે છે, અમુક લોકો જુબાન વડે નિય્યત કરવાને જરૂરી સમજે છે, તો અમુક લોકો જુબાન વડે નિય્યત કરવાને તદ્દન ના જાઈઝ અને બિદઅત સમજે છે.
શુદ્ધિકરણ :-
   નિય્યત વાસ્તવમાં દિલના ઈરાદાનું નામ છે, અને અસલ પણ આ જ છે કે કોઈ પણ ઈબાદતનો હેતુ અલ્લાહ માટે તે કામ કરવાનો ઈરાદો હોય. જ્યાં સુધી વાત છે જુબાન વડે નિય્યત કરવાની તો આ જરૂરી કે વાજીબ નથી બલ્કે જાઈઝ છે, આ હેતુથી કે અમુક વખત માણસનું દિલ તેમજ ધ્યાન હાજર રહેતું નથી તો જુબાન વડે પણ નિય્યત કરવાથી દિલમાં ઈતમીનાન અને ધ્યાન કેન્દ્રિત રહે છે તેમજ નિય્યતમાં પુખ્તગી આવી જાય છે તે માટે ઉલમાએ જુબાન વડે પણ નિય્યત કરવાને જાઈઝ લખ્યું છે.
   જ્યાં સુધી વાત છે બિદઅતની તો જુબાન વડે નિય્યત કરવી બિદઅત નથી, બલ્કે તેને જરૂરી સમજવું બિદઅત છે, અને જે હનફી ઉલમાએ તેનો બિદઅત હોવાનો ઉલ્લેખ કર્યો છે તેનાથી મુરાદ પણ આ જ છે કે તેને જરૂરી સમજવામાં ન આવે નહીંતર બિદઅત કહેવાશે.
النیة ارادة الدخول في الصلاة، والشرط أن يعلم بقلبه أيّ صلاة يصلّي ألخ... ولا عبرة للذكر باللسان، فإن فعله لتجتمع عزيمة قلبه فهو حسن، كذا في الكافي. [الفتاوى الهندية : ١/٦٥]
   તે માટે જુબાન વડે નિય્યત કરવાને જરૂરી સમજવું તેમજ તેને બિદઅત કહેવું દુરુસ્ત નથી.
[ઑનલાઇન ફતાવા દા.ઉ. દેવબંદ & જામીઆ બિન્નોરી ટાઉન]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)