ઘણી વખત જોવામાં આવે છે કે નિકાહ પઢાવવા માટે જ્યારે કોઈ મૌલાના ખુત્બો પઢતા હોય છે ત્યારે ઘણા લોકો વાતચીત તેમજ બીજા કામોમાં વ્યસ્ત હોય છે. તો આ વિષે શરઈ હુકમ જાણી લેવો જોઈએ કે નિકાહ ના ખુત્બા વખતે વાતચીત તેમજ બીજા કામોમાં વ્યસ્ત રહેવું કેવુ છે..?
શુદ્ધિકરણ :-
નિકાહ માટે ખુત્બો આપવો સુન્નત અને મુસ્તહબ છે, જરૂરી નથી બલ્કે ખુત્બા વગર પણ નિકાહ થઈ જાય છે.
📖 البحر الرائق :
وفي «الْمُجْتَبَى» : يُسْتَحَبُّ أَنْ يَكُونَ النِّكَاحُ ظَاهِرًا، وَأَنْ يَكُونَ قَبْلَهُ خُطْبَةٌ.
📖 جامع الترمذی :
وَقَدْ قَالَ أَهْلُ العِلْمِ: إِنَّ النِّكَاحَ جَائِزٌ بِغَيْرِ خُطْبَةٍ، وَهُوَ قَوْلُ سُفْيَانَ الثَّوْرِيِّ وَغَيْرِهِ مِنْ أَهْلِ العِلْمِ. [بَابُ مَا جَاءَ فِي خُطْبَةِ النِّكَاحِ]
પરંતુ જો ખુત્બો આપવામાં આવે તો પછી ત્યાં હાજર લોકો પૈકી દરેક માટે ચૂપચાપ ખુત્બો સાંભળવો વાજીબ છે, જેવી રીતે જુમ્મા અને ઈદનો ખુત્બો સાંભળવો વાજીબ છે. અને ખુત્બા દરમિયાન વાતચીત તેમજ બીજા કામો કરવા ભલે દીની હોય કે દુન્યવી જાઈઝ નથી.
📖 في البحر الرائق :
وفي «الْمُجْتَبَى» : الِاسْتِمَاعُ إلَى خُطْبَةِ النِّكَاحِ وَالْخَتْمِ وَسَائِرِ الْخُطَبِ وَاجِبٌ، وَالْأَصَحُّ الِاسْتِمَاعُ إلَى الْخُطْبَةِ من أَوَّلِهَا إلَى آخِرِهَا وَإِنْ كان فيها ذِكْرُ الْوُلَاةِ. ا هـ. [باب صلاة الجمعة]
📖 وفي العرف الشذي :
وفي «الدر المختار»: أن استماع الخطبة واجب ولو خطبة النكاح.[باب ما جاء في استقبال الإمام إذا خطب]
તે માટે નિકાહ ના સમયે ખુત્બા દરમિયાન ચૂપચાપ ખુત્બો સાંભળવો જોઈએ, અને તેના સિવાયના કામોથી સાવચેતી અપનાવવી જોઈએ.
[ઑનલાઈન ફતાવા દા.ઉ. દેવબંદ]
--------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59