પાંચ નમાઝો છોડવા પર પાંચ નુકસાનો વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   હદીષના નામે આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે જે વ્યક્તિ ફજરની નમાઝ નહીં પઢે તેની રોજી માં બરકત થશે નહીં, ઝોહર છોડવા પર તેના દિલમાં નૂર રહેશે નહીં, અસર છોડવા પર તેના અંગોની તાકાત ઓછી થતી જશે, મગરીબ છોડવા પર તેના ખોરાક માં મજા રહેશે નહીં, અને ઈંશા છોડવા પર તે ઈમાનથી વંચિત રહેશે.
શુદ્ધિકરણ :-
   આ વાત અલ્લામા જાફર કુરૈશી એ પોતાની કિતાબ “ તઝકિરતુ'લ વાઈઝ઼િન ” માં વગર સનદે બયાન કરી છે. તેમજ ઘણી શોધખોળ બાદ પણ આ વાત સનદ સાથે કોઈ જગ્યાએ વર્ણવેલ મળતી નથી. અને કોઈ પણ વાતને હદીષ કહી બયાન કરવા માટે તે વાતની સહીહ સનદ હોવી જરૂરી છે. નહીંતર તેને હદીષ કહી બયાન કરવી જાઈઝ નથી.
   બેશક નમાઝ ઉત્તમ અને એક મહત્વની ઈબાદત છે. તેને વગર કારણે છોડવાના ઘણા નુકસાનો સહીહ હદીષોમાં વર્ણવામાં આવ્યા છે. તેમજ તેને પઢવા પર ઘણા ઈનામો ના વાયદા પણ કરવામાં આવ્યા છે. પરંતુ આનો મતલબ આ નથી કે આપણે તહકીક વગર તેના વિષે ઘડેલી વાતો પણ બયાન કરવાનું ચાલુ કરી દઈએ.
   તે માટે ઉપરોક્ત વાતને હદીષ તથા નબી ﷺ તરફ નિસ્બત કરી બયાન કરવી જાઈઝ નથી.
[ગેર મોઅ્તબર રિવાયાત કા ફન્ની જાઈઝા : ૨ / ૩૮૪ & ઈસ્લાહે અગ્લાત : ૪૨૬]
--------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)