મય્યિત માટે સીત્તેર હજાર વખત કલીમએ તય્યીબા પઢવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   લોકોમાં હદીષના નામે આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે જે મય્યિત માટે સીત્તેર હજાર વખત કલીમએ તય્યીબા પઢવામાં આવે તો અલ્લાહ તઆલા તે મય્યિત પર દોજખ હરામ કરી આપે છે, [બીજા શબ્દોમાં] મય્યિતની મગફિરત [બધા જ ગુનાહો માફ] કરી દેવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
   સૌથી પહેલા આ વાત સમજી લેવી જોઈએ કે આ શબ્દોમાં આ રીતે કોઈ પણ હદીષમાં આ વાતનું વર્ણન મળતું નથી, તે માટે ઉપરોક્ત વાતને હદીષથી સાબિત સમજવું દુરુસ્ત નથી.
   બીજી વાત કે કલીમએ તય્યીબા પઢવાની હદીષોમાં ઘણી ફઝિલત આવી છે જેમ કે એક હદીષમાં આવે છે કે :
قَالَ رَسُولَ اللَّهِ ﷺ مَا مِنْ أَحَدٍ يَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللَّهِ صِدْقًا مِنْ قَلْبِهِ ، إِلَّا حَرَّمَهُ اللَّهُ عَلَى النَّارِ. [رواه البخاري : ١٢٨ / رواه المسم : ٣٢]
તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે જે કોઈ વ્યક્તિ સાચા દિલથી આ વાતની સાક્ષી આપે કે " અલ્લાહ તઆલા સિવાય કોઈ ઈબાદતના લાયક નથી અને હઝરત મુહમ્મદ ﷺ અલ્લાહ તઆલા ના રસૂલ છે " તો અલ્લાહ તઆલા તેના પર દોજખની આગ હરામ ફરમાવી દેશે.
   જ્યાં સુધી વાત છે ઉપરોક્ત વાત સીત્તેર હજાર વખત પઢી મય્યિતને ઈસાલે ષ઼વાબ કરવાની તો આ એક બુઝુર્ગોના કશ્ફથી સાબિત એક અનુભવી અને મુજર્રબ અમલ છે જેને નિમ્ન શર્ત સાથે પઢવામાં વાંધો નથી.
   " ઉપરોક્ત અમલને હદીષથી સાબિત તેમજ સુન્નત અથવા જરૂરી સમજવામાં ન આવે, બલ્કે માત્ર અને માત્ર બુઝુર્ગોથી સાબિત એક વઝિફો અને અમલ સમજીને પઢવામાં આવે અને અલ્લાહ તઆલાથી ઉમ્મીદ રાખવામાં આવે."
તે માટે ઉપરોક્ત અમલ ઉપરોક્ત શર્ત સાથે પઢવામાં વાંધો નથી.
[મુસ્તફાદ : હદીષ કે મુખ્તસર મઝામીન : શૈખ તલહા મનિયાર હફિઝહૂ'લ્લાહ]
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)