કઝા નમાઝ કોને કહેવાય..?

Ml Fayyaz Patel
0
   ઘણા લોકો એવું સમજે છે કે મસ્જિદમાં જમાત સાથે નમાઝ છૂટી જાય, અને ત્યારબાદ તે નમાઝ પઢવામાં આવે તો તે નમાઝ ને કઝા નમાઝ કહેવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
   શરઈ દ્રષ્ટિએ પાંચેય નમાઝો નો જે અલગ અલગ સમય નિશ્ચિત છે તે નિશ્ચિત સમયમાં તે સમયની નમાઝ પઢવાને અદા નમાઝ કહેવામાં આવે છે, અને સમય પસાર થયા બાદ તે સમયની નમાઝ પઢવાને કઝા નમાઝ કહેવામાં આવે છે, ન કે મસ્જિદ ની જમાત છૂટી ગયા બાદ પઢવાને.
   દા.ત. ઝોહરની નમાઝ નો સમય માની લઈએ કે ૧૨ : ૦૦ વાગ્યે થી ૪ : ૦૦ વાગ્યે સુધીનો છે અને મસ્જીદમાં ઝોહરની નમાઝ ૨ : ૦૦ વાગ્યે જમાત સાથે પઢવામાં આવે છે, હવે કોઈ વ્યક્તિની જમાત છૂટી ગઈ અને તેણે ૩ : ૩૦ વાગ્યે ઝોહરની એકલાં નમાઝ પઢી તો હવે આ નમાઝ અદા જ કહેવાશે.
   કેમ કે ઝોહર નો સમય ૪ : ૦૦ વાગ્યે પૂરો થાય છે, અને તે વ્યક્તિએ સાડા ત્રણ વાગ્યે એટલે કે તે જ નમાઝ ના નિશ્ચિત સમયમાં નમાઝ પઢી લીધી છે, હાં જો તે વ્યક્તિ તે ઝોહરની નમાઝ ૪ : ૦૦ વાગ્યા પછી પઢતો તો આ કઝા નમાઝ કહેવાતી, કેમ કે સમય પસાર થયા બાદ પઢવામાં આવી છે.
નોંધ :- કોઈ કારણ અથવા મજબૂરી વગર જમાત છોડવી ગુનાહને પાત્ર અમલ છે, પરંતુ માત્ર તેને છોડવાથી નમાઝ કઝા નહીં કહેવાય.
   તે માટે એવું સમજવું કે મસ્જીદમાં જમાત સાથે નમાઝ છૂટી ગયા બાદ પઢવામાં આવતી નમાઝ ને કઝા કહેવામાં આવે છે દુરુસ્ત નથી, કેમ કે અદા અને કઝા સમય પર આધારિત છે, ન કે મસ્જીદમાં થતી જમાત પર.
----------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)