ઈસ્લામી સિદ્ધાંતો માનવી ફિતરત ને અનુકૂળ છે તો પછી તે સિદ્ધાંતો પર અમલ કરવો અઘરું અને કઠીન કેમ લાગે છે..? દા.ત. દાઢી રાખવી, તેમજ પડદો કરવો.
જવાબ :
આ સવાના જવાબ માં સૌથી પહેલી વાત તો આ છે કે ઈસ્લામનો આ દાવો તો જરૂર છે કે તે માનવી ફિતરત ના મુજબ છે પરંતુ આવો દાવો ક્યારેય નથી કર્યો કે જે વસ્તુ ફિતરત ના મુજબ હશે તે આસાન અને સરળ જ હશે.
ખબર પડી કે જે વસ્તુ ફિતરી હોય તેના માટે તેનું સરળ હોવું જરૂરી નથી, અને મુશ્કેલ હોવું ફિતરત ના વિરુદ્ધ પણ નથી, બલ્કે તેના પર ચાલવું કઠીન અને મુશ્કેલ પણ હોય શકે છે, દા.ત. કમાણી કરવી માણસની ફિતરત માં થી છે પરંતુ આપણે જોઈએ છીએ કે તેના માટે આપણને કેટલીય કઠિનાઈ અને પરેશાની ઓ નો સામનો કરવો પડતો હોય છે, બસ એવી જ રીતે પુરુષ માટે દાઢી અને સ્ત્રી માટે પડદો પણ તેમની ફિતરત માં થી છે, મુશ્કેલ જરૂર છે પરંતુ એનો મતલબ આ નહીં કે તેના મુશ્કેલ હોવાને લીધે તે બન્ને નું ફિતરી હોવાનો ઈનકાર કરી દેવામાં આવે.
હાં ! મુશ્કેલ અને કઠિનાઈ નું કારણ ફિતરત ના વિરુદ્ધ પડેલ આદત અથવા બહારનો માહોલ તેના વિરુદ્ધ હોવો વગેરે હોય શકે છે.
નોંધ :- કોઈ એવી વસ્તુ જે માણસ ની તાકતની બહાર હદ પાર મુશ્કેલ હોય તો તે વસ્તુ તેની ફિતરતમાં થી નથી હોય શકતી.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59